Indian Restaurant Fined of 3.5 Lakh Rupees In Britain
  • Home
  • Featured
  • બ્રિટનમાં ભારતીય રેસ્ટોરન્ટને મગફળી ખવડાવી મોંઘી પડી, ભરવો પડ્યો 3.5 લાખનો દંડ

બ્રિટનમાં ભારતીય રેસ્ટોરન્ટને મગફળી ખવડાવી મોંઘી પડી, ભરવો પડ્યો 3.5 લાખનો દંડ

 | 9:08 am IST

દેશ દુનિયામાં રેસ્ટોરન્ટ તેમની અનોખી સર્વિસ માટે જાણીતી હોય છે તેમજ ઘણી રેસ્ટોરન્ટ અવનવા પ્રયોગોથી ચર્ચાઓમાં રહેતી હોય છે, પરંતુ ઘણી વખત આ રેસ્ટોરન્ટની બેદરકારી પણ સામે આવતી હોય છે તેના કારણે તેમને દંડ પણ કરવામાં આવતો હોય છે ત્યારે બ્રિટનમાં એક ભારતીય રેસ્ટોરન્ટ પર એક કિશોરને મગફળી પીરસવા માટે 3,767 પાઉન્ડ એટલે કે લગભગ 3.5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

જેમાં ભારતીય રેસ્ટોરન્ટે જે કિશોરીને મગફળી પીરસી તેને ડ્રાઈફ્રુટ્સની એલર્જી હતી. ત્યારે એક ઓનલાઈન રિર્પોટ અનુસાર ન્યુકૈસલ પાસે ટાઈનમાઉથમાં સ્થિત રેસ્ટોરન્ટ ‘ગુલશન’ના કર્મચારીઓએ 16 વર્ષની છોકરીને ખાવાનું પીરસીયું હતુ અને તેમના પરિવારને વિશ્વાસ અપાવ્યો હતો કે, આ ખાવાનું સુરક્ષિત છે.

થોડું ખાધા બાદ છોકરીને એલર્જીના કારણે જીભમાં તંમતમાટી અને સોજો થવા લાગ્યો હતો. જેથી છોકરીને નોર્થ ટાઉનસાઈડ જનરલ હોસ્પિટલ અને ફરી ક્રેમલિંગટનમાં નોર્થમ્બ્રિયા સ્પેશલિસ્ટ ઈમરજન્સી કેયર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સ્થાનિક ઓથોરિટીની ફૂડ સેફ્ટી ટીમના અધિકારીઓએ ચિકન કરીના સેંપલને લેબ ટેસ્ટ માટે લીધા હતા. જેમાં એક સ્તર પર મગફળી પ્રોટીન મળી આવ્યુ હતું જે ડ્રાઈફ્રુટ એલર્જીથી પીડાતા કોઈ પણ વ્યક્તિ માટે મુસીબત ઉભી કરી શકે છે. બાદ રેસ્ટોરન્ટમાં તપાસ બાદ ઘણી બેજવાબદારી પણ સામે આવી હતી. ત્યાર બાદ રેસ્ટોરન્ટના માલિક પર 3.5 લાખ રૂપિયાનો દંડ લગાવામાં આવ્યો હતો.

આ વિડીયો પણ જુઓ: આજના દિવસે અનેક ઘટનાઓ એવી બની હતી જેણે ઈતિહાસ સર્જ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન