સરકારે સ્પીડ લિમિટમાં કર્યો વધારો, હવે દર કલાકે આટલી ઝડપે હંકારી શકાશે વાહન - Sandesh
  • Home
  • India
  • સરકારે સ્પીડ લિમિટમાં કર્યો વધારો, હવે દર કલાકે આટલી ઝડપે હંકારી શકાશે વાહન

સરકારે સ્પીડ લિમિટમાં કર્યો વધારો, હવે દર કલાકે આટલી ઝડપે હંકારી શકાશે વાહન

 | 6:12 pm IST

ભારતમાં રસ્તા પર વાહનોની ઝડપ મર્યાદામાં સરકારે વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે હેઠળ અત્યાર સુધી કલાકે 100 કિલોમીટરની સ્પીડ લિમિટમાં વધારો કરી હવે નવી સ્પીડ લિમિટ પ્રતિ કલાકે 120 કિલોમીટરની કરી છે.

જો કે આ ઝડપ વધારો એક્સ્પ્રેસ- વે પર વ્યક્તિગત ફોર વ્હિલર માટે રહેશે, જ્યારે ટેક્સી કે કેબ માટે મહત્તમ ઝડપ મર્યાદા પ્રતિ કલાકે 80 કિલોમીટરથી વધારીને પ્રતિ કલાકે 100 કિલોમીટરની કરાઈ છે.

રાષ્ટ્રીય હાઇ- વે પર પણ ઝડપની મર્યાદા વધારાઈ છે અને તે કાર માટે પ્રતિ કલાકે 100 કિલોમીટરની કરાઈ છે, જ્યારે ટેક્સી- કેબ માટે તે પ્રતિ કલા-કે 90 કિલોમીટરની કરાઈ છે.

પ્રતિ કલાકે 20 કિલોમીટર જેટલો ઝડપમાં વધારો કરવા સાથે ટુ વ્હિલર અને વ્યવસાયિક વાહનો હવે હાઇ- વે ઉપર પ્રતિ કલાકે મહત્તમ 80 કિલોમીટરની ઝડપે હંકારી શકાશે.

શહેરના રસ્તાઓ ઉપર પર્સનલ કારો અને ટેક્સીઓ માટે પણ પ્રતિ કલાકે 70 કિલોમીટરની કરાઈ છે, જ્યારે ટુ વ્હિલર માટે ઝડપ પ્રતિ કલાકે 40 કિલોમીટરથી વધારીને 60 કિલોમીટર કરાઈ છે.

આ લિમિટ એક્સ્પ્રેસ- વે અને નેશનલ હાઇવે પર પણ કેટલાંક અંતર માટે જ એ મહત્ત્વનું છે કે ઉપરોક્ત જણાવેલી ઝડપ મર્યાદા ફક્ત એક્સ્પ્રેસ- વે અને નેશનલ હાઇ-વે પર અમુક ચોક્કસ અંતર સુધી જ લાગુ કરાશે અને ઓછી ઝડપના ઝોન તેમજ કેટલાંક માર્ગો પર ઝડપની લઘુતમ મર્યાદા જાળવવાની રહેશે.

ઉપરાંત કોઈ પણ ગામ કે નાના નગરોમાંથી પસાર થતા માર્ગો ઉપર આ સ્પીડ લિમિટ માન્ય નથી. કેમકે એ ઝડપ મર્યાદા રાજ્ય સરકારો દ્વારા નિર્ધારિત કરાયેલી હોય છે.