Indian Senior couple ballroom dance video viral on social media
  • Home
  • Videos
  • Video : દાદા-દાદીનો બોલરૂમ ડાન્સ જોઈને આંખ પલકારા મારવાનું ભૂલી જશે

Video : દાદા-દાદીનો બોલરૂમ ડાન્સ જોઈને આંખ પલકારા મારવાનું ભૂલી જશે

 | 2:28 pm IST

સોશિયલ મીડિયા પર એક વીડિયોએ ધમાલ મચાવી દીધી છે. એક એવો ડાન્સ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોના ચહેરા પર મુસ્કાન આવી જાય છે. એક પાર્ટીમાં દાદા-દાદીએ ધમાકેદાર ડાન્સ કર્યો. જેને જોઈને આસપાસના લોકો પણ જોતા રહી ગયા. ડાન્સના મામલે તેમણે યંગ કપલ્સને પણ પાછળ છોડી દીધા. બંનેએ કેની લોગિંસના ફુટલૂસ ગીત પર ડાન્સ કર્યો છે. પણ, ગજબની વાત એ છે કે તેઓએ બોલ ડાન્સ કર્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, બંને ડીજે પર ડાન્સ કરી રહ્યાં છે. જ્યાં અન્ય કપલ્સ પણ ડાન્સ કરી રહ્યાં છે. પરંતુ તેઓ પોતાના અંદાજમાં જ મગન થઈને ડાન્સ કરે છે. આ વીડિયો ફેસબુક પર પોસ્ટ કરાયો છે, અને તેને ઢગલાબંધ લાઈક્સ મળી રહી છે. આ વીડિયોને અત્યાર સુધી 15 લાખથી વધુ વ્યૂ મળ્યા છે. તો 27 હજારથી વધુ વાર શેર થઈ ચૂક્યો છે.