Indian Share Market 100 Stocks hit 52 week low on BSE
  • Home
  • Business
  • શેરબજાર એક જ સપ્તાહમાં બીજીવાર ઊંધે કાન, સેન્સેક્સમાં 500થી વધુ અંકોનો કડાકો

શેરબજાર એક જ સપ્તાહમાં બીજીવાર ઊંધે કાન, સેન્સેક્સમાં 500થી વધુ અંકોનો કડાકો

 | 3:19 pm IST

ભારતીય શેરબજારમાં જોરદાર ગાબડું જોવા મળી રહ્યું છે. ઉપલા મથાળેથી વેચવાલીમાં વધારો થતા બીએસઈ સેન્સેક્સ ઇન્ડેક્સમાં લગભગ 500થી વધુ અંકોનો કડાકો જોવા મળ્યો છે. વૈશ્વિક પરિબળો અને આર્થિક સંકટની ચર્ચા વચ્ચે બજારમાં મંદીની અસર જોવા મળી રહી છે.

લખાય ત્યાં સુધી સેન્સેક્સ ઇન્ડેક્સ 510 પોઈન્ટ એટલે કે 1.39 ટકા પટકાઈને 36,053 નજીક જ્યારે નિફ્ટી 50 આંક પણ 145 પોઈન્ટ એટલે કે 1.34 ટકા ગગડીને 10,697 નજીક ટ્રેડ કરી રહ્યા છે. બજાર વિશ્લેષકો મુજબ નિફ્ટી મીડિયા સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી છે. સેક્ટર લગભગ 4 ટકા પટકાયું છે. જેમાં ઝી એન્ટરટેઇન્ટમેન્ટના શેરભાવમાં લગભગ 7 ટકા જ્યારે ડીશ ટીવીનો શેર 8 ટકા પટકાયો છે. આ સાથે અન્ય મીડિયા શેર જેમકે જાગરન પ્રકાશન, DEN નેટવર્ક, સન ટીવી નેટવર્ક અને હેથવે કેબલના શેર પણ પટકાયા છે.

PSU બેંકોની વાત કરીએ તો સેક્ટરમાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જેમાં ટોપ લુઝરમાં કેનેરા બેંક, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેંક સામેલ છે. આ સિવાય મેટલ, IT સેક્ટરમાં પણ નરમાઈ જોવા મળી છે. રિપોર્ટ મુજબ બીએસઇ પર 246 સ્ટોકમાં લોવર સર્કિટ જોવા મળી છે. જ્યારે લગભગ 100 સ્ટોક્સ 52 સપ્તાહની નીચલી સપાટીએ હીટ થયા છે.

આ વીડિયો પણ જુઓ: લોકોના ખિસ્સામાંથી રૂ.5100 કરોડ ખંખેરવા આદેશ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન