Indian Share Market closed in green zone after govt announcement
  • Home
  • Business
  • કેન્દ્રની જાહેરાત બાદ માર્કેટમાં તેજી, સેન્સેક્સ 1,410 પોઈન્ટ જ્યારે નિફ્ટી 335 અંક ઉછળીને સેટલ

કેન્દ્રની જાહેરાત બાદ માર્કેટમાં તેજી, સેન્સેક્સ 1,410 પોઈન્ટ જ્યારે નિફ્ટી 335 અંક ઉછળીને સેટલ

 | 4:07 pm IST

ગુરૂવારનો દિવસ ભારતીય શેર માર્કેટ માટે સારો રહ્યો છે. લીલા નિશાનમાં ખુલ્યા બાદ માર્કેટ અંતિમ સેશનમાં પણ લીલા નિશાનમાં બંધ આવ્યા છે. જ્યારે ટ્રેડિંગ દરમિયાન માર્કેટમાં 1500 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. અંતિમ સેશનમાં સેન્સેક્સમાં 1410 પોઈન્ટ અથવા 4.94 ટકા વધીને 29,946.77 નજીક જ્યારે નિફ્ટી 50 આંક 335.70 પોઈન્ટ અથવા 4.04 ટકા કૂદીને 8,653.55 નજીક સેટલ થયા છે.

આ સિવાય બેંક નિફ્ટીની વાત કરીએ તો ઇન્ડેક્સ 1,132 પોઈન્ટ અથવા 6.13 ટકા ઉછળીને 19,613 નજીક બંધ આવ્યો છે. જ્યારે બીએસઈ પર મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.49 ટકા અને 3.73 ટકા ઉછળીને સેટલ થયા છે. આપણે જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન છે. તેથી કેન્દ્ર સરકારે 1.70 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી. જેના કારણે માર્કેટને સપોર્ટ મળ્યો છે.

ઉપરાંત આજે બેંકિંગ અને ઓટો સેક્ટરમાં પણ તેજી જોવા મળી છે. નાણાપ્રધાન નિર્મલા સિતારમણે 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમારી કોશિશ રહેશે કે ગામ અને શહેરોમાં રહેનાર કોઈ પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યું નહીં રહે. આ હેઠળ તેમણે ગરીબોને દર મહિને 10 કિલોનું ફ્રી અનાજ આપવામાં આવશે. ખેડૂતોને પણ આર્થિક મદદ મળશે. મહિલાઓ, વૃદ્ધ વ્યક્તિઓ અને કર્મચારીઓ માટે પણ કેટલીક જાહેરાત કરવામાં આવી હતી.

આ વીડિયો પણ જુઓ: ‘સંદેશ ન્યૂઝ’ની એક જ અપીલ, ઘરમાં રહો…કોરોનને હરાવો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન