Indian Share Market Closed in green zone after selloff
  • Home
  • Business
  • ફ્લેટ શરૂઆત બાદ અંતિમ સેશનમાં શેરબજાર ઊંચકાયું, ડોલર સામે રૂપિયો 9 પૈસા ગગડ્યો

ફ્લેટ શરૂઆત બાદ અંતિમ સેશનમાં શેરબજાર ઊંચકાયું, ડોલર સામે રૂપિયો 9 પૈસા ગગડ્યો

 | 3:45 pm IST

ફ્લેટ શરૂઆત અને દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં રોકાણકારો દ્વારા ખરીદદારી થતા ઘરેલુ શેરબજાર વધીને બંધ આવ્યું છે. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 498 અંક અથવા 1.43 ટકા ઉછળીને 35,414 નજીક જ્યારે નિફ્ટી 50 આંક 127 પોઈન્ટ અથવા 1.24 ટકા વધીને 10,430 નજીક બંધ આવ્યા છે.

બેંક નિફ્ટીની વાત કરીએ તો અંતિમ સેશનમાં ખરીદદારીને પગલે ઇન્ડેક્સ 607 પોઇન્ટ ઉછળીને 21,977 નજીક સેટલ થયો છે. જ્યારે બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.18 ટકા અને 0.39 ટકા વધીને બંધ થયા છે. આ સિવાય વિવિધ સેકટર્સની વાત કરીએ તો આજે ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, ટેક, રિયાલિટી અને પાવર સેક્ટરમાં વેચવાલી જોવા મળી છે.

ચલણની વાત કરીએ તો ફોરેક્સ માર્કેટમાં આજે ડોલર સામે રૂપિયો 9 પૈસા ગગડીને 75.50 પર બંધ આવ્યો છે. જ્યારે આ પહેલા બુધવારે 75.49 પર ખુલ્યો હતો. મંગળવારે ડોલર સામે રૂપિયો 75.51 પર બંધ આવ્યો હતો. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ અને કોરોના વાયરસની સ્થિતિ વચ્ચે રોકાણકારો હવે સાવચેતી વલણ અપનાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 5 લાખ 85 હજારને પાર પહોંચી છે. જ્યારે 17,410 લોકોના મોત થયા છે.

આ વીડિયો પણ જુઓ: સુરતના ઔધોગિક સાહસિકે કોરોનાની થીમ પર ધુમ કમાણી કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન