Indian Share Market closed in green zone, sensex-nifty Boom
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • પોઝિટીવ સંકેતો વચ્ચે માર્કેટમાં સતત બીજા દિવસે સુધારાનું વલણ, સેન્સેક્સ-નિફ્ટી વધીને સેટલ

પોઝિટીવ સંકેતો વચ્ચે માર્કેટમાં સતત બીજા દિવસે સુધારાનું વલણ, સેન્સેક્સ-નિફ્ટી વધીને સેટલ

 | 4:03 pm IST

બુધવારે શરૂઆતની સાથે જ ભારતીય શેર માર્કેટમાં વધઘટ જોવા મળી, પરંતુ વૈશ્વિક વલણને જોતા બપોર પછી રોકાણકારોએ ખરીદીમાં વધારો કર્યો જેના કારણે શેર માર્કેટને સપોર્ટ મળ્યો. ટ્રેડિંગ દિવસના અંતે બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 1861 પોઈન્ટ અથવા 6.98 ટકા ઉછળીને 28,535 નજીક જ્યારે નિફ્ટી 50 આંક પણ 516 અંક અથવા 6.62 ટકા કૂદીને 8,317 નજીક સેટલ થયા છે.

આ સિવાય બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ બુધવારે અંતિમ સેશનમાં 1,373 પોઈન્ટ ઉછળી 18,481 નજીક બંધ આવ્યો છે. ઉપરાંત, બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ અનુક્રમે 3.53 ટકા અને 2.83 ટકા વધીને બંધ આવ્યા છે. અમેરિકામાં 2 ટ્રિલિયન ડોલરના પેકેજની જાહેરાત બાદ ત્યાંના માર્કેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. જેના કારણે ભારતીય માર્કેટને પણ સપોર્ટ મળ્યો છે.

આ પહેલા, કોરોના વાયરસના કારણે ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના કારણે બુધવારે શરૂઆતમાં બીએસઈ પર 30 શેર વાળા સૂચકાંક સેન્સેક્સમાં 174 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 65 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. પરંતુ બપોર પછી ખરીદદારી વધતા માર્કેટને સપોર્ટ મળ્યો અને માર્કેટ સતત બીજા દિવસે લીલા નિશાનમાં બંધ આવ્યા છે.

આ વીડિયો પણ જુઓ: ભુજમાં લોકડાઉનને જનતાનું સમર્થન મળ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન