Indian Share Market closed in red zone in second day of week
  • Home
  • Business
  • માર્કેટમાં નરમાઈ, સેન્સેકસ 127 પોઈન્ટ ગગડ્યો જ્યારે નિફ્ટીએ 12,000ની સપાટી ગુમાવી

માર્કેટમાં નરમાઈ, સેન્સેકસ 127 પોઈન્ટ ગગડ્યો જ્યારે નિફ્ટીએ 12,000ની સપાટી ગુમાવી

 | 4:03 pm IST

સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે ભારતીય બજાર અંતિમ સેશનમાં ગગડીને સેટલ થયા છે. સેન્સેકસ 126.72 અંક ઘટીને 40,675.45 પર જ્યારે નિફ્ટી 50 સૂચકાંક 54 પોઈન્ટ અથવા 0.45 ટકાના ઘટાડા સાથે 11,994.20 નજીક બંધ આવ્યા છે.

ઉપરાંત મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સની વાત કરીએ તો બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.19 ટકા અને મિડકેપ ઈન્ડેક્સ 0.95 ટકાના ઘટાડા સાથે બંધ આવ્યા છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ઇન્ડેક્સ 258 પોઈન્ટના ઘટાડા સાથે 31,613 નજીક સેટલ થયો છે. અન્ય સેક્ટરમાં ઓટો, મેટલ, ફાર્મા ઇન્ડેક્સમાં પણ કડાકો જોવા મળ્યો છે. નિફ્ટની ઓટો ઇન્ડેક્સ 0.61 ટકા, મેટલ ઈન્ડેક્સ 2.60 ટકા, ફાર્મા ઈન્ડેક્સ 1.03 ટકા ગગડીને બંધ આવ્યા છે.

આ વીડિયો પણ જુઓ: મહેસૂલમંત્રી સાથે તલાટી મહામંડળની બેઠક નિષ્ફળ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન