Indian Share Market closed with historic one day boom
  • Home
  • Business
  • કોરોનાના કહેર વચ્ચે માર્કેટમાં ફૂંકાયો તેજીનો પવન, સેન્સેક્સ 2,527 અંક ઉછળ્યો, નિફ્ટી 8,800 નજીક સેટલ

કોરોનાના કહેર વચ્ચે માર્કેટમાં ફૂંકાયો તેજીનો પવન, સેન્સેક્સ 2,527 અંક ઉછળ્યો, નિફ્ટી 8,800 નજીક સેટલ

 | 4:17 pm IST

કોરોનાની દહેશત વચ્ચે ભારતીય શેર માર્કેટમાં આજે શાનદાર તેજી જોવી મળી છે. મંગળવારે સેન્સેક્સમાં 2,500થી વધુનો ઉછાળો જોવા મળ્યો. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 2,476 પોઈન્ટ અથવા 8.97 ટકા કૂદીને 30,067 નજીક જ્યારે નિફ્ટી 50 આંક પણ અંતિમ સેશનમાં 708 અંક અથવા 8.76 ટકા ઉછળીને 8,792 નજીક સેટલ થયા છે. જ્યારે આ પહેલા ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 2,527 પોઈન્ટ ઉંચકાયો હતો.

બેંક નિફ્ટની વાત કરીએ તો ઈન્ડેક્સ આજે અંતિમ સેશનમાં 1,813 પોઈન્ટના વધારા સાથે 19,000ને પાર 19,062 નજીક બંધ આવ્યો છે. બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ આજે અનુક્રમે 5.40 ટકા અને 4.13 ટકા ઉછળીને સેટલ થયા છે. આપણે જણાવી દઈએ કે આ પહેલા 18 મે, 2009ના રોજ માર્કેટમાં 2,110 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. ત્યારે અંતિમ સેશનમાં સેન્સેક્સ 1,921 પોઈન્ટ વધીને 38,014 નજીક જ્યારે નિફ્ટી 11,200 નજીક બંધ આવ્યા હતા.

કોરોના વાયરસ પર અંકુશ મેળવવાની અપેક્ષામાં એશિયાઈ અને યુરોપીયન શેર માર્કેટમાં સોમવારે રોનક જોવા મળી. જેના કારણે ભારતીય શેર માર્કેટમાં પણ જબરદસ્ત તેજીનો પવન ફૂંકાયો. ઉપરાંત તેલ ઉત્પાદક દેશોની બેઠકમાં મોડું થતા કાચા તેલના ભાવમાં ઘટાડો થતા માર્કેટને સપોર્ટ મળ્યો. 3 રજાઓ બાદ મંગળવારે શેર માર્કેટ મંગળ રહ્યું.

આ વીડિયો પણ જુઓ: રાજકોટના શાક માર્કેટમાં ‘સંદેશ ન્યૂઝ’નું રિયાલિટી ચેક 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન