indian-share-market-sensex-300-point-up
  • Home
  • Business
  • સેન્સેક્સમાં 300 પોઈન્ટના ઉછાળા સાથે માર્કેટ બંધ

સેન્સેક્સમાં 300 પોઈન્ટના ઉછાળા સાથે માર્કેટ બંધ

 | 4:42 pm IST

બુધવારે ભારતીય શેર બજારમાં શાનદાર તેજી સાથે કારોબાર બંધ થયો છે. પ્રમુખ સુચકાંક સેન્સેક્સ 304 પોઈન્ટના વધારા સાથે 37717ના સ્તરે તો નિફ્ટી 82 પોઈન્ટની તેજી સાથે 11369ના સ્તરે માર્કેટ બંધ થયુ હતુ. નેશનલ સ્ટોક એક્સચેન્જના મિડકેપ ઈન્ડેક્સમાં 0.33 ટકાના વધારા સાથે તો સ્મોલ કેપ 0.41 ઘટીને માર્કેટ બંધ થયુ હતુ.

સૌથી વધુ વેચાણ એફએમસીજીના શેરમાં 2.37 ટકા, બેન્કોના શેરોમાં 0.22 ટકા, ઓટોમાં 0.03 ટકા, ફાઈનાન્સીયલ સર્વિસમાં 0.37 ટકા, આઈટી શેરોમાં 0.26 ટકા, મેટલમાં 1.46 ટકા, ફાર્મામાં 1.07 ટકા, પીએસયૂ બેન્કોમાં 0.36 ટકા અને પ્રાઈવેટ બેન્કમાં 0.06 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

બુધવારે ભારતીય શેર બજારમાં તેજી સાથે શરૂઆત થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઈન્ડેક્સ સેન્સેક્સમાં 43 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 37456ના સ્તરે તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી 20 પોઇન્ટના વધારા સાથે 11307ના સ્તરે પહોંચી હતી.