Sensex Falls Over 150 Points, Nifty Slides Below 10,700
  • Home
  • Business
  • શેરબજારની કમજોર શરૂઆત, સેન્સેક્સમાં 150 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 10700ની સપાટી પર

શેરબજારની કમજોર શરૂઆત, સેન્સેક્સમાં 150 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 10700ની સપાટી પર

 | 10:12 am IST

સોમવારે કારોબારી સત્રમાં ભારતીય શેર બજારે ઘટાડા સાથે શરૂઆત કરી છે. સવારના 9 કલાક અને 38 મિનિટ પર સેન્સેક્સમાં 150 પોઈન્ટના ઘટાડા સાથે 35,658 પર અને નિફ્ટી 38 પોઈન્ટના ઘટાડા સાથે 10,686 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 50 શેરોમાં 19 લીલા નીશાન પર 30 લાલ અને 1માં કોઈ ફેરફાર થયો નથી.

ઈન્ડેક્સની વાત કરીએતો નિફ્ટીના મિડકેપ 0.31 ટકાના ઘટાડા સાથે અને સ્મોલકેપ 0.29 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. શુક્રવારે કારોબારમાં સેન્સેક્સમાં 67 પોઈન્ટ અને નિફ્ટી માં 21 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 35,808 પર તો નિફ્ટી 10,724ના સ્તર પર બંધ રહ્યો હતો.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ

સવારે 9 કલાક 45 મિનિટ પર નિફ્ટી ઓટો 0.88 ટકાના ઘટાડા સાથે નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.23 ટકાના ઘટાડા સાથે, નિફ્ટી એફએમસીજી 0.86 ટકાના ઘટાડા સાથે, નિફ્ટી આઈટી 0.91 ટકાના ઘટાડા સાથે, નિફ્ટી મેટલ 0.40 ટકાની તેજી સાથે નિફ્ટી ફાર્મા 0.22 ટકાના ઘટાડા સાથે નિફ્ટી રિયાલિટી 1.06 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.

વૈશ્વિક બજારનો હાલ

સોમવારે વૈશ્વિક બજારોએ તેજી સાથે શરૂઆત કરી હતી. જાપાનનો નિક્કેઈ 1.88 ટકાની તેજી સાથે 21292 પર, ચીનનો શાંઘાઈ 1.79 ટકાની તેજી સાથે 2730 પર, હેંગસેંગ 1.63 ટકાની તેજી સાથે 28355 પર અને તાઈવાનનો કોસ્પી 0.70 ટકાની તેજી સાથે 2211 પર કારોબાર કરી રહ્યા છે.

વાત કરીએ અમેરિકી બજારની તો દિન ડાઓ જોંસ 1.74 ટકાની તેજી સાથે 25883 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 1.09 ટકાની તેજી સાથે 2775 પર અને નેસ્ડેક 0.61 ટકાની તેજી સાથે 7472 પર કારોબાર કરી બંધ થયો હતો.

ડૉલર સામે રૂપિયો 9 પૈસા ગગડ્યો

રૂપિયો 9 પૈસાની કમજોરી સાથે 71.31 પર ખુલ્યો. રૂપિયાએ આજે કમજોરી સાથે શરૂઆત કરી છે. ડૉલરની સામે રૂપિયો આજે 9 પૈસાના ઘટાડા સાથે 71.31ના સ્તર પર ખુલ્યો છે. છેલ્લા કારોબારી દિવસ એટલે કે શુક્રવારે ડૉલરની
સરખામણીએ રૂપિયા 7 પૈસાની કમજોરી સાથે 71.22ના સ્તર પર બંધ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન