Sensex ends 310 points lower, Nifty10,650
  • Home
  • Business
  • સેન્સેક્સમાં 310 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 10650ની સપાટી પર બંધ

સેન્સેક્સમાં 310 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 10650ની સપાટી પર બંધ

 | 4:18 pm IST

અઠવાડિયાની શરૂઆતમાં આજે શેરબજાર કડાકા સાથે બંધ થયો હતો. બજારમાં સતત 7 ટ્રેડિંગ સેશન્સમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યુ હતુ અને બજારમાં 3 અઠવાડિયાથી નીચેના સ્તરે ગગડ્યો છે. સેન્સેક્સમાં 300 પોઈન્ટના કડાકા સાથે 35,500ના સ્તર પર બંધ થયો છે તો નિફ્ટી 10,650ના સ્તરે પહોંચી છે. બેન્ક નિફ્ટીની વાત કરીએતો 150 પોઈન્ટના કડાકા સાથે મિડકેપ ઈન્ડેક્સમાં 150 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

આજના કારોબારમાં ઈન્ડીયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ટીસીએસ, યસ બેન્ક અને બજાજ ફિનસર્વેમાં સૌથી વધારે કમજોરી જોવા મળી હતી જ્યારે એન્ટરટેન્મેન્ટ. ઓએનજીસી, એક્સિસ બેન્ક અને ભારતી ઈન્ફ્રામાં સૌથી વધુ તેજી જોવા મળી હતી.

હાલ બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં 310.51 પોઈન્ટ એટલેકે 0.87 ટકાના ઘટાડા સાથે 35,498.44 સ્તર પર કારોબાર કરી બંધ થયો છે. નિફ્ટીના 50 શેરોમાં 13 લીલા નીશાન પર 37 લાલ નીશાન પર કારોબાર કરી બંધ થયા છે. ઈન્ડેક્સની વાત કરીએતો નિફ્ટી મિડકેપ 1.06 ટકાના ઘટાડા સાથે સ્મોલકેપ 0.87 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી બંધ થયો હતો.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ

દિવસના કારોબાર પૂરો થયો ત્યારે નિફ્ટી ઓટો 0.80નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.59 ટકાના ઘટાડા સાથે નિફ્ટી એફએમસીજી 1.17 ટકાના ઘટાડા સાથે, નિફ્ટી આઈટી 0.99 ટકાના ઘટાડા સાથે, નિફ્ટી મેટલ 0.94 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી બંધ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.