indian-share-market-sensex-down-40-pointnifty-10850
  • Home
  • Business
  • શેરબજારની સુસ્ત શરૂઆત સેન્સેક્સમાં 40 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 10850ના સ્તર પર

શેરબજારની સુસ્ત શરૂઆત સેન્સેક્સમાં 40 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 10850ના સ્તર પર

 | 10:07 am IST

ગુરૂવારે કારોબારમાં ભારતીય શેર બજારે સુસ્ત શરૂઆઅત કરી છે. દિવસના 9 કલાક અને 17 મિનિટ પર સેન્સેક્સ 40 પોઈન્ટના કડાકા સાથે 36,172 પર અને નિફ્ટી 15 પોઈન્ટના કડાકા સાથે 10839 પર કારોબાર કરી રહ્યો છે. તો નિફ્ટી 50 શેરોમાં 22 લીલા નીશાન પર 24 લાલ અને 4માં કોઈ ફેરફાર થયો નથી.

વાત કરીએ ઈન્ડેક્સની તો નિફ્ટીના મિડકૈપમાં 0.26 ટકા અને સ્મોલકેપ 0.14 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. બુધવારે કારોબારમાં સેન્સેક્સ 231.98 પોઈન્ટની તેજી સાથે 36,212 પર અને નિફ્ંટી 53 પોઈન્ટની તેજી સાથે 10,855 પર કારોબાર કરી બંધ થયો છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએતો પ્રમુખ એશિયાઈ બજારોમાં સુસ્ત શરૂઆત થઈ છે. નિફ્ટી ઓટોમાં 0.43 ટકાની તેજી, ફાઈનાન્સ સર્વિસમાં 0.24 ટકાનો કડાકો. નિફ્ટી એફએમસીજીમાં 0.40 ટકાની તેજી. નિફ્ટી આઈટીમાં 0.07 ટકાનો કડાકો. નિફ્ટી મેટલમાં 0.39 ટકાની તેજી, નિફ્ટી ફાર્મામાં 0.11 ટકાના કડાકા સાથે નિફ્ટી રિયાલિટીમાં 0.56 ચકા તેજી સાથે કારોબાર કરી રહી છે.

વૈશ્વિક બજારના હાલ

આજે તમામ પ્રમુખ એશિયાઈ બજારામોં સુસ્ત શરૂઆત જોવા મળી છે. જાપાનના નેક્કઈમાં 1.40 ટકાના કડાકા સાથે 20141 પર, ચીનના શાંઘાઈ 0.02 ટકાના કડાકા સાથે 2543 પર હેંગસેંગ 0.35 ટકાના કડાકા સાથે 26370 પર અને તાઈવાન કોસ્પી 0.07 ટકાના કડાકા સાથે 2063 પર કારોબાર કરી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.