indian-share-market-sensex-down-50-points-to-37871-levels
  • Home
  • Business
  • સેન્સેક્સ 50 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 38 પોઇન્ટના ઉછાળા સાથે 11476ના સ્તરે

સેન્સેક્સ 50 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 38 પોઇન્ટના ઉછાળા સાથે 11476ના સ્તરે

 | 10:17 am IST

મંગળવારે ભારતીય શેર બજારમાં દબાણ સાથે શરૂઆત થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સમાં સેન્સેક્સ 50 પોઈન્ટ તુટતા 37871ના સ્તરે અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ઈન્ડેક્સમાં નિફ્ટી 38 પોઈન્ટ વધતા 11476ના સ્તરે પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મિડકેપ ઈન્ડેક્સમાં 0.18નો વધારો થયો હતો તો સ્મોલકૈપમાં 0.04 ટકા ઘટાડો થયો હતો.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મિશ્ર સંકેતો મળ્યા છે. જાપાનનો નિક્કેઈ 1.20 ટકાના વધારા સાથે 22642ના સ્તરે, ચીનનો શાંઘાઈ 0.30 ટકા તેજી સાથે 2677.50ના સ્તરે હૈંગસૈંગ 0.09 ટકા તેજી સાથે 26636ના સ્તરે તાઈવાન કોસ્પી 0.27ના ઘટાડા સાથે 25857 સ્તરે પહોંચી હતી.

સેક્ટોરેલ ઈન્ડેક્સની વાત કરીએતો ફાઈનાન્સીયલ સર્વિસમાં 0.03 ટકા, એફએમસીજીમાં 1.48 ટકા, મેટલમાં 0.20 ટકા, રિયલ્ટીમાં 0.06 ટકા ઘટાડો નોંધાયો છે. તે સાથે સાથે બેન્ક સેક્ટરમાં 0.12 ટકા, ઓટોમાં 0.33 ટકા, આઈટીમાં 0.51 ટકા, ફાર્મામાં 0.96 ટકા, પીએસયૂ બેન્કમાં 0.76 ટકા, પ્રાઈવેટ બેન્કમાં 0.10 ટકાનો વધારો નોંધાયો હતો.