The Sensex was down 67.27 points at 35808.95, while Nifty down 21.60
  • Home
  • Business
  • સતત સાતમાં સત્રમાં તૂટીને બંધ રહ્યુ બજાર, સેન્સેક્સ 67.27 પોઈન્ટ ગગડ્યો

સતત સાતમાં સત્રમાં તૂટીને બંધ રહ્યુ બજાર, સેન્સેક્સ 67.27 પોઈન્ટ ગગડ્યો

 | 4:18 pm IST

શુક્રવારે શેરબજાર કડાકા સાથે બંધ થયું છે. સેન્સેક્સમાં 67.27 પોઈન્ટના ઘટાડા સાથે 35808.95 તો નિફ્ટી 21.65 પોઈન્ટના કડાકા સાથે 10724.40 પર બંધ થયું છે. આજે બેન્કીંગ શેરોમાં વેચવાલીનો માહોલ રહ્યો. બેન્ક નિફ્ટીમાં 0.51 ટકા તૂટીને 26835ના સ્તર પર પહોંચ્યો હતો. સતત સાતમા કારોબારી સત્રમાં શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે.

દિવસના કારોબારમાં સેન્સેક્સમાં 67 પોઈન્ટના કડાકા સાથે 35,808 પર અને નિફ્ટીના 50 શેરોમાં 18 લીલા નીશાન પર તો 32 લાલ નીશાન પર બંધ થયા છે. ઈન્ડેક્સની વાત કરીએતો નિફ્ટી મેડકેપ અને સ્મોલકેપ 0.82 ટકાના કડાકા સાથે કારોબાર કરી બંધ થયો છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ

દિવસના કારોબાર પૂર્ણ થયો ત્યારે નિફ્ટી ઓટોમાં 1.10 ટકાનો કડાકો બોલ્યો હતો. નિફ્ટી ફાઈનાન્સ સર્વિસમાં 0.80 ટકાનો કડાકો બોલ્યો હતો, નિફ્ટી એફએમસીજી 048 ટકાના કડાકા સાથે, નિફ્ટી આઈટી 0.29 ટકાના કડાકા સાથે, નિફ્ટી મેટલ 2.07 ટકા તેમજ ફાર્મા 3.11 ટકાના કડાકા સાથે કારોબાર કરી બંધ થયો છે.

ટૉપ ગેનર ટૉપ લૂઝર

નિફ્ટી 50ની વાત કરીએતો આજના કારોબારમાં બીપીસીએલ 3.83 ટકાની તેજી સાથે ગેલ 2.94 ટકાની તેજી સાથે, પાવર ગ્રિડ 2.77 ટકાની તેજી સાથે ઈન્ફ્રાટેલ 2.44 ટકાની તેજી સાથે ટૉપ ગેનર રહ્યો હતો. તો સનફાર્મા 4.06 ટકાના ઘટાડા સાથેસ હીરોમોટાર્કોપ 3.21 ટકાના ઘટાડા સાથે, ટાટા સ્ટીલ 3.17 ટકાના ઘટાડા સાથે ટૉપ લૂઝર રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન