indian-share-market-sensex-down-73-nifty-10750
  • Home
  • Business
  • શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 73 પોઈન્ટ, નિફ્ટી 10,750ના સ્તર પર

શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 73 પોઈન્ટ, નિફ્ટી 10,750ના સ્તર પર

 | 10:03 am IST

મંગળવારે શેર બજારમાં શરૂઆતમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિવસના 9 કલાક અને 38 મિનિટે સેન્સેક્સમાં 73 પોઈન્ટના ઘટાડા સાથે 35,776 પર તો નિફ્ટીમાં 27 પોઇન્ટના કડાકા સાથે 10,743ના સ્તર પર કારોબાર કરી રહ્યુ છે.
નિફ્ટીના 50 શેરોની વાત કરીએતો 20 લીલા નિશાન પર તો 30 લાલ નિશાન પર કારોબાર કરી રહ્યું છે. ઈન્ડેક્સની વાત કરીએતો નિફ્ટી મિડકૈપ 0.07 ટકા અને સ્મોલકેપમાં 0.04 ટકાનો કડકો બોલ્યો છે.

ટ્રેડવોર પર યૂએસ ચીનની વાતચીતને લઇને અમેરિકી બજારમાં કાલના કારોબારમાં ભારે ઉથલ-પાથલ જોવા મળ્યો હતો. જો કે કારોબારના અંતમાં ડાઓ 100 અંક વધીને બંધ થયો છે.

એશિયાઈ બજારની વાત કરીએતો સામાન્ય વધારો જોવા મળ્યો હતો. એસજીએક્સ નિફ્ટી સપાટ કારોબાર કરી રહ્યો છે. ચીનની યૂએસ સાથે વેપાર સુધારવાની વાત કહી છે. યૂએસ ચીન ટ્રેડ વાર્તા પર આજે બીજો દિવસ છે જેની માર્કેટ પર અસર જોવા મળી રહી છે.