Today Indian share market sensex up 200 point, nifty 11400
  • Home
  • Business
  • શેર બજારની સારી શરૂઆત, સેંસેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 11400ને પાર

શેર બજારની સારી શરૂઆત, સેંસેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 11400ને પાર

 | 9:56 am IST

અઠવાડિયાના છેલ્લા કારોબારી સત્રમાં ભારતીય શેર બજારે સારી શરૂઆત કરી છે. સવારે 9.30 કલાકે સેંસેક્સમાં 205થી વધુનો વધારા સાથે 37,960 પર અને નિફ્ટી 62 પોઈન્ટના વધારા સાથે 11,405 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 50 શેરોમાં 42 લીલી નિશાન પર કારોબાર કરી રહ્યા છે તો 8 શેરો લાલ નિશાન પર છે. ઇંડેક્સની વાત કરીએતો નિફ્ટીના મિડકેપમાં 0.61 ટકાની તેજી સાથે સ્મોલકેપ 0.52 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.

ગુરૂવારે સંસેક્સમાં 2.72 પોઈન્ટની તેજી સાથે 37,754 પર અને નિફ્ટી 1.55 ટકાની તેજી સાથે 11,343 પર કારોબાર કરી બંધ થયો હતો.

વૈશ્વિક બજારનો હાલ

શુક્રવારે કારોબારી સત્રમાં એશિયાઈ બજારોએ સારી શરૂઆત કરી છે. જાપાનનો નિક્કેઈ 1.02 ટકાની તેજી સાથે 21504 પર, ચીનનો શાંઘાઈ 1.82 ટકાની તેજી સાથે 3045 પર, હેંગસેંગ 1.05 ટકાની તેજી સાથે 29155 પર તાઈવાન કોસ્પી 0.94 ટકાની તેજી સાથે 2175 પર કારોબાર કરી રહ્યો છે.

વાત કરીએ અમેરિકી બજારની તો ડાઓ જોસ 0.03 ટકાની તેજી સાથે 25709 પર, સ્ટાંડર્ડ એંડ પુઅર્સ 0.09 ટકાના ઘટાડા સાથે 2808 પર અને નેસ્ડેક 0.16 ટકાના ઘટાડા સાથે 7630 પર કારોબાર કરી બંધ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન