indian-share-market-sensex-up-228-point-nifty-10800
  • Home
  • Business
  • શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 228 પોઈન્ટની તેજી, નિફ્ટી 10800ના સ્તર પર

શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 228 પોઈન્ટની તેજી, નિફ્ટી 10800ના સ્તર પર

 | 9:58 am IST

બુધવારે કારોબારમાં ભારતીય શેર બજારે મજબૂત શરૂઆત કરી છે. દિવસના 9 કલાક અને 17 મિનિટ પર સેન્સેક્સમાં 228 પોઈન્ટની તેજી સાથે 36,209 પર અને નિફ્ટીમાં 63 પોઈન્ટની તેજી સાથે 10,866 પર કારોબાર કરી રહ્યુ છે. તો નિફ્ટીના 50 શુમાર 50 શેરોમાં 41 શેર લીલા નિશાન પર તો 8 શેર લાલ શેર પર તેમજ 1માં કોઈ પરિવર્તન નથી. વાત કરીએ ઈન્ડેક્સની તો મિડકૈપમાં 0.39 ટકા સ્મોલકેપમાં 0.42 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.

મંગળવારે કારોબારમાં સેન્સેક્સમાં 130 પોઇન્ટની તેજી સાથે 35,980 પર અને નિફ્ટીમાં 30 પોઈન્ટની તેજી સાથે 10,802 પર બંધ થયો હતો.

સેક્ટોરિયલ ઈન્કેક્સનો હાલ

વાત કરીએતો સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએતો લીલા નિશાન પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી ઓટોમાં 0.55 ટકાની તેજી, નિફ્ટી ફાઈનાસમાં 0.63 ટકાની તેજી, નિફ્ટી એફએમસીજી 0.43 ટકા તેજી, નિફ્ટી આઈટી 0.69 ટકાની તેજી નિફ્ટી મેટલમાં 0.47 તેજી, નિફ્ટી ફાર્મામાં 0.65 ટકાની તેજી અને નિફ્ટી રિયાલીટીમાં 0.54 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યુ છે.

એશિયાઈ બજારની હાલત

બુધવારે એશિયાઈ બજારોમાં મજબૂત શરૂઆત થઈ છે. દિવસના 9 કલાક 11 મિનિટે જાપાનનો નિક્કેઈ 1.25 ટકાની તેજી સાથે 20455 પર, ચીનનો શાંઘાઈ 1.59 ટકાની તેજી સાથે 2566 પર હેંગસેગ 2.27 ટકાની તેજી સાથે 26463 પર અને તાઈવાનનો કોસ્પી 1.74 ટકાની તેજી સાથે 2060 પર કારોબાર કરી રહ્યો છે.

તો અમેરિકી બજારની વાત કરીએતો ગઈ કાલે ડાઓ જોસ 1.09 ટકાની તેજી સાથે 23787 પર સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.97ની તેજી સાથે 2574 પર નેસ્ડેક 1.08 ટકાની તેજી સાથે 6897પર કારોબાર બંધ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન