indian-share-market-sensex-up-to100-point
  • Home
  • Business
  • શેર બજારની સારી શરૂઆત સેન્સેક્સમાં 100 પોઈન્ટનો વધારો

શેર બજારની સારી શરૂઆત સેન્સેક્સમાં 100 પોઈન્ટનો વધારો

 | 10:11 am IST

બુધવારે ભારતીય શેર બજારની સુધારા સાથે શરૂઆત થઈ છે. બોમ્બે સ્ટૉક એક્સચેન્જના ઈન્ડેક્સમાં 43 પોઈન્ટનો ઉછાળો થતા 37456ના સ્તરે તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટીમાં 20 પોઈન્ટનો વધારો થયો છે, 11307ના સ્તરે વેપાર કરી રહી છે. સૌથી વધુ તેજી પાવરગ્રીડ અને ઓએનજીસીના શેરોમાં 2.06 ટકા તો 190.70ના સ્તરે વેપાર કરી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના મિડકેપ ઈન્ડેક્સમાં 0.27 તો સ્મોલકેપમાં 0.49 ટકાની તેજી જોવા મળી હતી.

વૈશ્વીક બજારમાં ગગડાટના કારણે તમામ એશિયાઈ માર્કેટમાં ઘટાડો જોવા મળી રહી છે. જાપાનના નિક્કેઈ 0.55 ટકાના ઘટાડા સાથે 22540ના સ્તરે, ચીનની શાંઘાઈ 0.33 ટકા ઘટીને 2655ના સ્તરે , હેંગસેંગ 0.36 ટકા ઘટીને 26320ના સ્તરે તાઈવાનની કોસ્પી 0.39 કમજાર થતા 2274ના સ્તરે વેપાર કરી રહી છે.