Indian Share Market trade in red zone, sensex nifty down
  • Home
  • Business
  • PM મોદીના Video સંદેશ બાદ માર્કેટમાં વોલેટાલિટી, સેન્સેક્સ 376 અંક તૂટ્યો, નિફ્ટી 8,169 નજીક

PM મોદીના Video સંદેશ બાદ માર્કેટમાં વોલેટાલિટી, સેન્સેક્સ 376 અંક તૂટ્યો, નિફ્ટી 8,169 નજીક

 | 9:46 am IST

સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય માર્કેટમાં મંદ વલણ જોવા મળી રહ્યું છે. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અગાઉના બંધ 28,265ની સામે 28,623 પર ખુલી હાલ 376 પોઈન્ટ અથવા 1.33 ટકા ગગડીને 27,889 નજીક કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 આંક પણ બુધવારના બંધ 8,253ની સામે શુક્રવારે 8,356 પર ખુલી હાલ 87.35 પોઈન્ટ અથવા 1.02 ટકા ગગડીને 8,169 નજીક ટ્રેડ કરી રહ્યો છે.

બેંક નિફ્ટની વાત કરીએ તો ઈન્ડેક્સ 117 અંક વધીને ખુલ્યા બાદ હાલ 505 પોઈન્ટ અથવા 2.77 ટકા ગગડીને 17,703 નજીક કારોબાર કરી રહ્યો છે. ઉપરાંત બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.66 ટકા અને 1.11 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આજે લગભગ 410 શેર્સ વધી, 263 શેર્સ ઘટી અને 45 શેર્સ ફેરફાર વગર ટ્રેડ કરી રહ્યા છે.

આપણે જણાવી દઈએ કે કોરોના વાયરસ સામેની જંગ જીતવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 9 વાગે એક વીડિયો સંદેશ આપ્યો છે. વીડિયોમાં મેસેજમાં દેશવાસીઓને 5 એપ્રિલ, રવિવારના રોજ રાત્રે 9 વાગ્યે ઘરોની તમામ લાઇટો બંધ કરીને 9 મિનિટ માટે મીણબત્તી કે દીવો પ્રગટાવાનો, ટોર્ચ કે મોબાઇલની ફ્લેસલાઇટ કરવાનો આગ્રહ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે 5મી એપ્રિલના રોજ કોરોના સંકટને પડકારવાનો છે. તેને પ્રકાશની તાકાતનો પરિચય કરવાનો છે. આ 5 એપ્રિલના રોજ 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિનું જાગરણ કરવાનું છે.

આ વીડિયો પણ જુઓ: સંદેશ ન્યૂઝનો લોકડાઉન ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન