ભારતીય શેરબજારનું માર્કેટ કેપ છેલ્લા એક વર્ષમાં ૨૭૪ અબજ ડોલર ઘટયું   - Sandesh
  • Home
  • Business
  • ભારતીય શેરબજારનું માર્કેટ કેપ છેલ્લા એક વર્ષમાં ૨૭૪ અબજ ડોલર ઘટયું  

ભારતીય શેરબજારનું માર્કેટ કેપ છેલ્લા એક વર્ષમાં ૨૭૪ અબજ ડોલર ઘટયું  

 | 1:22 am IST

નવી દિલ્હી :

ભારતીય શેરબજારનું માર્કેટ કેપ છેલ્લા એક વર્ષમાં ૨૭૪ અબજ ડોલર ઘટયું હતું. ડોલરની દૃષ્ટિએ સેન્સેક્સ ૪ ટકા ઘટયો હતો જ્યારે રૂપિયાની દૃષ્ટિએ ૬ ટકા વધ્યો હતો. રૂપિયામાં કમજોરી અને મિડ કેપ તથા સ્મોલ કેપ ઇન્ડેક્સ ઘટવાને પરિણામે માર્કેટ કેપમા ધરખમ ઘટાડો નોંધાયો હતો.

૨૦૧૮ ફેબ્રુઆરી પછીના સમયમાં અમેરિકા ડોલર સામે રૂપિયો ૧૦ ટકા ઘટયો હતો. બીએસઇમાં મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ અનુક્રમે ૧૪ ટકા તથા ૨૪ ટકા ઘટયા હતા.  જોકે, અગ્રણી કંપનીઓના શેર્સના ભાવમાં વધારાને પરિણામે એક વર્ષનો સેન્સેક્સ ફરીથી સકારાત્મક જોવાયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં (૪૪ ટકા), ઇન્ફોસિસમાં ( ૪૩ ટકા) અને ટીસીએસમાં (૨૫ ટકા) એક વર્ષમાં વધ્યા હતા.  બીજી બાજુએ તાતા મોટર્સ અને યસ બેન્ક સહિતની અન્ય કંપનીઓના માર્કેટ કેપમાં ૬૦ ટકા ઘટાડો નોંધાયો હતો.   બેંચમાર્ક ઇન્ડેક્સ સહેજ ઊંચો હતો પરંતુ બ્રોડર માર્કેટ ઇન્ડેક્સમાં ભારે ઘટાડો થયો હતો, એમ એવન્ડસ કેપિટલ માર્કેટના સીઈઓ એન્ડ્રુ હોલાન્ડે જણાવ્યું હતું.   લાંબા ગાળાનો કેપિટલ ગેઇન્સ ટેક્સ દાખલ કરાતા, જીએસટી અને આઇએલ એન્ડ એફએસના ડિફોલ્ટને પરિણામે નાની અને મિડ કેપ કંપનીની કામગીરી ઉપર દબાણ વધ્યું હતું, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.  વૈશ્વિક મોરચે અમેરિકી ડોલર અને યિલ્ડની આવક વધ્યાં હતા. આથી , હ્લૈંંએ અન્ય બજારોમાં રોકાણ પરત્વે અણગમો દર્શાવ્યો હતો. જોકે, અમેરિકા,  ચીન વચ્ચે ટ્રેડવોરને પરિણામે રોકાણકારોના માનસ ઉપર દબાણ વધ્યું હતું. છેલ્લાં એક વર્ષમાં વિદેશી રોકાણકારોએ સ્થાનિક શેરબજારમાંથી ૪.૫ અબજ ડોલરની રકમ પાછી ખેંચી લીધી હતી. મ્યુચ્યુઅલ ફંડ્ઝના પુનઃવર્ગીકરણ, શેર્સ સામે ઘિરાણના નિયમો આકરા બનાવાતાં અને એક્સ્ચેન્જો દ્વારા અપનાવાયેલા દેખરેખ માટે વધારાના પગલાંએે મિડ અને સ્મોલ કેપ શેર્સની ચિંતામાં ઉમેરો કર્યો હતો. વિશ્વની માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૨.૮ ટકા ઉપરથી ઘટીને હાલમાં ૨.૬૫ ટકા થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;