Indian Stock Market: Sensex, Nifty open higher
  • Home
  • Business
  • શેરબજાર મજબૂતી સાથે ખૂલ્યું, સેન્સેક્સ 32000ને પાર, નિફ્ટીમાં 126 અંકની તેજી

શેરબજાર મજબૂતી સાથે ખૂલ્યું, સેન્સેક્સ 32000ને પાર, નિફ્ટીમાં 126 અંકની તેજી

 | 9:37 am IST

આજે ભારતીય શેરબજારની શરૂઆત વૈશ્વિક સંકેતોની પાછળ ઉંચા મથાળે થઇ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટીમાં તેજી જોવા મળી.

ભારતીય શેરબજારોમાં ગઇકાલે મંદીનો માહોલ જોવા મળ્યો હતો, તેની વચ્ચે આજે ફરી એકવખત તેજી જોવા મળી. બીએસઇ ખાતે સેન્સેક્સ ખૂલતાની સાથે 639 અંક પર પહોંચતા 32083એ પહોંચી ગયો, ત્યારબાદ સવારે 9.30 વાગ્યે 463 અંકની ઉછાળા સાથે 31906 અંક પર ટ્રેડ થતો હતો. જ્યારે એનએસઇ ખાતે નિફ્ટી 126 અંકની તેજી સાથે 9325 પર ટ્રેડ થઇ રહી હતી.

આપને જણાવી દઇએ કે દેશમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થતા અને અર્થતંત્રને લઇ ચિંતા વધતા સ્થાનિક બજારોમાં ગઇકાલે વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 242 અંક ઘટીને 31443 અને નિફ્ટી 71.85 અંકના ઘટાડા સાથે 9199.05 પર બંધ રહી હતી.

આ વીડિયો પણ જુઓ : આજે લૉકડાઉન – 3નો પાંચમો દિવસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન