વૈશ્વિક બજારોની પાછળ ભારતીય શેર માર્કેટમાં ઘટાડો, નિફ્ટીએ 10,400ની સપાટી તોડી - Sandesh
  • Home
  • Business
  • વૈશ્વિક બજારોની પાછળ ભારતીય શેર માર્કેટમાં ઘટાડો, નિફ્ટીએ 10,400ની સપાટી તોડી

વૈશ્વિક બજારોની પાછળ ભારતીય શેર માર્કેટમાં ઘટાડો, નિફ્ટીએ 10,400ની સપાટી તોડી

 | 10:05 am IST

વૈશ્વિક માર્કેટથી મળેલા નબળા સંકેતો પાછળ આજે ભારતીય શેર બજારોમાં ખુલતાની સાથે જ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સવારે 9.50 વાગે બીએસઇ ખાતે સેન્સેક્સ 253 અંકના ઘટાડા સાથે 33,793 અને એનએસઇ ખાતે નીફ્ટી 83 અંકના ઘટાડા સાથે 10,375 પર ટ્રેડ કરી રહ્યો છે.

એશિયાઇ બજારોમાં મિશ્ર વ્યવસાય જોવા મળી રહ્યો છે. જાપાનનું માર્કેટ નિક્કેઇ 81 અંક ઘટીને 21,101ના સ્તર પર જ્યારે એસજીએક્સ નિફ્ટી 76.5ના ઘટાડા સાથે 10,390ના સ્તર પર ટ્રેડ કરી રહી છે. ત્યાં જ કોરિયાઇ ઇન્ડેક્સ કોસ્પી 0.25 ટકાનો ઘટાડો થયો છે.

ગત અઠવાડિયે જાહેર થયેલ 3 રાજ્યોના ચૂંટણી પરિણામોની અસર માર્કેટ પર નજર આવી શકે છે. મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કેન્દ્રમાં સત્તામાં રહેલ ભારતીય જનતા પાર્ટી તથા તેમના સહયોગી દળોનુ પ્રદર્શન સારૂ રહ્યું છે.