ઑસ્ટ્રેલિયામાં સેલ્ફી લેવાના ચક્કરમાં દરિયામાં પડતાં ભારતીય વિદ્યાર્થીનું મોત - Sandesh
  • Home
  • Nri
  • ઑસ્ટ્રેલિયામાં સેલ્ફી લેવાના ચક્કરમાં દરિયામાં પડતાં ભારતીય વિદ્યાર્થીનું મોત

ઑસ્ટ્રેલિયામાં સેલ્ફી લેવાના ચક્કરમાં દરિયામાં પડતાં ભારતીય વિદ્યાર્થીનું મોત

 | 9:30 pm IST

આજ કાલ સેલ્ફી લેવાનો ક્રેઝ વધતો જ રહ્યો છે. જો કે સેલ્ફી લેવાની ઘેલછામાં પોતાની સુરક્ષા ભણી બેદરકાર રહી જવાને કારણે કેટલાંય લોકો જીવ ગુમાવતા હોવાના સમાચારમાં વધુ એક ઘટના નોંધાઈ છે. ઓસ્ટ્રેલિયામાં એક 20 વર્ષના ભારતીય વિદ્યાર્થી પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના એક જાણીતા પર્યટન સ્થળની પહાડ પરથી સેલ્ફી લઈ રહ્યો હતો. એ દરમિયાન પહાડ પરથી 40 મીટર નીચે સમુદ્રમાં પડવાને કારણે તેનું મોત નીપજ્યું હતું.

અંકિત ત્યાં ગુરુવારે પોતાના મિત્રોની સાથે ફરવા ગયો હતો. અંકિત ઐતિહાસિક બંદરવાળા શહેર એલ્બાનીની પાસે 40 મીટરની ઊંચાઇવાળા પહાડ પર ગયો હતો. પહાડ પરથી પડતાં પહેલાં તે પહાડો પર ચાલતો હતો અને કૂદતો હતો. તે પર્થમાં ભણતો હતો. તેના મૃતદેહને શોધવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ છે. એક કલાકની તપાસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના મિત્રોના જણાવ્યા અનુસાર તે ખૂબ જ સાવચેતીથી સેલ્ફી લઈ રહ્યો હતો, પરંતુ સાવ અચાનક
જ આ અકસ્માત સર્જાયો હતો. અંકિતના માતા- પિતાનો સંપર્ક કરવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે.