Indian Student Creates Robot Sanitize in Dubai
  • Home
  • Featured
  • કોરોના : સેનેટાઇઝર રોબોટ બનાવી ભારતીય સ્ટુન્ડટસે દુનિયામાં કરી કમાલ

કોરોના : સેનેટાઇઝર રોબોટ બનાવી ભારતીય સ્ટુન્ડટસે દુનિયામાં કરી કમાલ

 | 10:45 am IST

કોરોનાની સામે છેડાયેલા ‘મહાયુદ્ધ’માં સેનેટાઇઝર મોટું હથિયાર બનીને સામે આવ્યું છે. સેનેટાઇઝરની માંગ એટલી ઝડપથી વધી કે દુકાનોમાં તેની સંખ્યા ઘટી ગઇ છે. કહેવાય છે કે ને જરૂરિયાત જ આવિષ્કારની જનની છે તો આ સંકટના સમયમાં યુએઇમાં એક ભારતીય સ્ટુડન્ટે રોબર્ટ સેનેટાઇઝર બનાવ્યું છે.

યુએઇમાં સાતમા સ્ટુડન્ટના એક વિદ્યાર્થીએ રોબર્ટ બનાવ્યું છે જે 0.5 સેન્ટીમીટરથી પણ ઓછા અંતર પર હાથની ઓળખ કરી તેને સેનેટાઇઝ કરી દે છે. સ્ટુડન્ટ દુબઇની સ્પ્રિંગ ડેલ્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેનું નામ સિદ્ધ સંઘવી છે. સિદ્ધે કહ્યું કે તેમની માતા એક વીડિયો જોતી હતી જેમાં લોકો પોતાના હાથની સફાઇ માટે સેનેટાઇઝલના ડબ્બાને વારંવાર અડતા હતા તેમાંથી તરલ પદાર્થ નીકાળી રહ્યા છે. સિદ્ધનું કહેવું છે કે બોટલને અડીએ તો તેઓ સંક્રમિત થઇ ગયા અને અહીંથી મને રોબોટ બનાવાનો આઇડિયા આવ્યો.

સિદ્ધે કહ્યું કે કારણ કે કોરોના વાયરસ દુષિત સપાટીને અડતા ફેલાય છે. બાળ વૈજ્ઞાનિક સિદ્ધે કહ્યું કે આથી મેં વિચાર્યું કે શું સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ એટલે કે સ્ટેમની મદદનો ઉપયોગ કરીને કંઇક બનાવામાં આવે તેનાથી મશીન વગર કોઇ વ્યક્તિના સંપર્કમાં આવે તેની સાથે જ હાથને સાફ કરી દેશે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લોહીની અછત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન