અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીનો હત્યારો પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર - Sandesh
  • Home
  • Nri
  • અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીનો હત્યારો પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીનો હત્યારો પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

 | 8:25 pm IST

અમેરિકાના કંસાસ શહેરમાં ૨૫ વર્ષીય ભારતીય વિદ્યાર્થી શરથ કોપ્પુના હત્યારાને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. પોલીસ અને હત્યારા વચ્ચે ગોળીબાર થયો હતો જેમાં સંદિગ્ધનું મોત થયું તો બે-ત્રણ અધિકારીઓને ઈજા પહોંચી હતી. ૬ જુલાઈએ કોપ્પુની એક સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી.

સંદિગ્ધ-પોલીસ વચ્ચે એન્કાઉન્ટર
કંસાસ પોલીસે કોપ્પુના હત્યારાનો વીડિયો જાહેર કર્યો હતો. પોલીસ તેની શોધખોળ કરી હતી જે દરમિયાન અચાનક પોલીસ અધિકારીઓ અને હત્યારાનો સામસામો ભેટો થયો હતો. બે નિઃશસ્ત્ર પોલીસ અધિકારીઓએ હત્યારાનો પીછો કર્યો પરંતુ હત્યારાએ તેની રાઇફલથી પોલીસ પર ગોળીઓ છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે સંદિગ્ધનું નામ જાહેર કર્યું નથી. કંસાસ શહેર પોલીસ વડા રિક સ્મિથે એવું જણાવ્યું કે પોલીસે હત્યારાને ઠાર માર્યો છે જે ત્રણ અધિકારીઓ ઘાયલ થયાં છે તેમના જખમ બહું ઊંડા નથી, તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

સ્ટોરમાં કોપ્પુની હત્યા
૬ જુલાઈએ ભારતીય વિદ્યાર્થી સ્ટોરમાં કામ કરી રહ્યો હતો ત્યારે લૂંટના ઇરાદાથી આવેલા એક શખ્સે કોપ્પુની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. કોપ્પુની હત્યાના પડઘા સમગ્ર અમેરિકામાં પડયા હતા. ખુદ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ઘટનાની નોંધ લઈને તપાસનો આદેશ આપ્યો હતો.