PICS: ન્યૂઝીલેન્ડમાં પેટનો ખાડો પૂરવા ડ્રાઈવિંગ કરતાં ભારતીય વિદ્યાર્થીનુ મોત - Sandesh
NIFTY 10,329.35 -122.95  |  SENSEX 33,634.50 +-376.26  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • PICS: ન્યૂઝીલેન્ડમાં પેટનો ખાડો પૂરવા ડ્રાઈવિંગ કરતાં ભારતીય વિદ્યાર્થીનુ મોત

PICS: ન્યૂઝીલેન્ડમાં પેટનો ખાડો પૂરવા ડ્રાઈવિંગ કરતાં ભારતીય વિદ્યાર્થીનુ મોત

 | 12:23 pm IST

ન્યૂઝીલેન્ડમાં ભારતીય વિદ્યાર્થી અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. સૈયદ અબ્દુલ રહીમ ફહદને 20 વર્ષના એક યુવકે પોતાની પૂરપાટ ઝડપે દોડતી મર્સિડીઝ કારે ટક્કર મારી હતી. કાર ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી છે. . ફહદના પરિવારે સુષમા સ્વરાજને તેનો મૃતદેહ ભારત લાવવા માટે મદદ માંગી છે. ફહદ ઓકલેન્ડમાં અભ્યાસની સાથે ટેક્સી પણ ચલાવતો હતો. ન્યૂઝીલેન્ડ પોલીસ મામલાની તપાસ હાથ ધરી છે.

ઘટના રવિવારની છે. 29 વર્ષનો ફહદ પોતાની કારમાં જઈ રહ્યો હતો, ત્યારે પૂરપાડ ઝડપે દોતતી મર્સિડીઝ ટ્રાફિક સિગ્નલ તોડી  ફહદની  કાર સાથે ટકરાઈ હતી. ફહદની કારના આગળના ભાગનો ભુક્કો બોલાઈ ગયો હતો. ફહદનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ફહદના પરિવારે ન્યૂઝીલેન્ડથી તેનો મૃતદેહ  લાવવા માટે વિદેશપ્રધાન સુષમા સ્વરાજની મદદ માંગી છે. પરિવારે આર્થિકની મદદની પણ માગણી કરી છે. . ફહદના ભાઈએ કહ્યું હતું કે  અમે ન્યૂઝીલેન્ડમાં આવેલી ભારતીય એલચી કચેરીને  પણ મદદ અનુરોધ કર્યો છે.

પોલીસે પીછો કરીને ભાગી રહેલા મર્સિડીઝના ડ્રાઈવરને ઝડપી લીધો હતો.  તે નશામાં ધૂત હતો. હત્યારા ડ્રાઈવરની વય 20 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.

ન્યૂઝીલેન્ડ મીડિયા મુજબ ફહદ હૈદરાબાદના ચંચલગુડાનો રહેવાસી હતો. તે થોડા સમય પહેલા જ ઓકલેન્ડ ગયો હતો અને અભ્યાસ ઉપરાંત પાર્ટટાઇમ ટેક્સી ડ્રાઇવર હતો. રવિવારે તે પેસેન્જર પીક કરવા માટે ઓકલેન્ડના પરા વિસ્તારમાં જઈ રહ્યો હતો ત્યારે, સિગ્નલ તોડતી એક ખૂબ જ સ્પીડમાં આવેલી મર્સિડીઝે ફહદની કારને અડફેડે લીધી હતી. ફહદ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.  ઓસ્ટ્રેલિયામાં  રહેતાં ફહદના એક સંબંધીએ તેના મોતની જાણ પરિવારને કરી હતી.

 

તેલંગાણા ભાજપના પ્રમુખ કે. લક્ષ્મણે પણ સુષ્મા સ્વરાજને ટ્વિટ કરીને પરિવારને મદદ કરવાની અપીલ કરી છે.