Indian Team Announced For One Day And T-20 Series Against West Indies
  • Home
  • Sports
  • Cricket
  • વેસ્ટઈન્ડીઝ સામેની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ અંદર અને કોણ બહાર

વેસ્ટઈન્ડીઝ સામેની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ અંદર અને કોણ બહાર

 | 9:50 pm IST

વેસ્ટઇન્ડીઝ સામે વનડે અને ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ સીરીઝ માટે વિરાટ કોહલી કેપ્ટન તરીકે પરત ફર્યો છે. શિવમ દુબેને પહેલીવાર વન ડે ટીમમાં તક મળી છે, જ્યારે કુલદીપ યાદવ અને ભુવનેશ્વર કુમારનું ટી-20 સીરીઝમાં પુનરાગમન થયું છે. આ વખતે પસંદગી સમિતિએ અજમાવેલા ચહેરાઓ ઉપર જ સીરીઝ માટે દાવ રમ્યો છે. જુના ચહેરાઓની વાત કરવામાં આવે તે ખરાબ પ્રદર્શન છતા શિખર ધવન અને ઋષભ પંત પર પસંદગીકારોએ ભરોસો જતાવ્યો છે. તેમને બંને ફોર્મેટ માટે ટીમમાં રાખવામાં આવ્યા છે.

મુંબઈનાં યુવા ઑલરાઉન્ડર શિવમ દુબેને ટી-20 બાદ હવે વન ડે ટીમમાં પણ તક આપવામાં આવી છે. તેણે ઘરેલૂ ક્રિકેટ બાદ ગત દિવસોમાં બાંગ્લાદેશ સામે ટી-20 સીરીઝમાં પણ પ્રભાવિત કર્યા હતા. તો કેદાર જાધવ પોતાની જગ્યા જાળવી રાખવામાં સફળ રહ્યો છે. તે વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે ટીમનો સભ્ય હતો. માનવામાં આવતુ હતુ કે તેની જગ્યાએ કોઈ નવા ચહેરાને પસંદ કરવામાં આવી શકે છે. યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ વન ડે ટીમમાં પરત ફર્યા છે.

ઝડપી બોલિંગમાં ભુવનેશ્વર કુમાર ઇજા બાદ પરત ફર્યો છે. દીપક ચહરને તેના સારા પ્રદર્શનનું ફળ મળ્યું છે અને તેને પણ વન ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ટી-20 ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, ઋષભ પંત, મનીષ પાંડે, શ્રેયસ ઐયર, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી

વન ડે ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, ઋષભ પંત, મનીષ પાંડે, શ્રેયસ ઐયર, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી

આ વિડીયો પણ જુઓ: સુરેન્દ્રનગરમાં પાક વિમા કંપની સાથે પોલીસ ફરિયાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન