Indian Team Divided In Two Parts After Defeat In CWC19 Semi Final
  • Home
  • Sports
  • Cricket
  • સેમિ-ફાઇનલમાં હાર સાથે જ ભારતીય ટીમમાં તિરાડ? બે ભાગમાં વહેંચાયા ખેલાડીઓ!

સેમિ-ફાઇનલમાં હાર સાથે જ ભારતીય ટીમમાં તિરાડ? બે ભાગમાં વહેંચાયા ખેલાડીઓ!

 | 7:01 pm IST

વિશ્વ કપની સેમિ-ફાઇનલમાં હાર બાદ સતત ભારતીય ટીમ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. ટીમ સિલેક્શનથી લઇને ખેલાડીઓનાં પ્રદર્શનને લઇને ચર્ચાઓ થઇ રહી છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ દરમિયાન એક રીપોર્ટ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે ટીમમાં બધું જ વ્યવસ્થિત નથી ચાલી રહ્યું. આ રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ખેલાડીઓ બે ભાગોમાં વહેંચાયા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે અણબનાવની વાતો આવી રહી છે.

કોહલી અને રવિ શાસ્ત્રી ટીમ સિલેક્શનમાં ચલાવે છે પોતાની!

આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટીમમાં કેટલાક ખેલાડીઓ વિરાટ કોહલીનાં પક્ષમાં તો કેટલાક ખેલાડીઓ રોહિત શર્મનાં પક્ષમાં છે. રીપોર્ટ પ્રમાણે વિરાટ કોહલી અને કૉચ રવિ શાસ્ત્રી ટીમ પસંદગીમાં પોતાનું જ ચલાવે છે. કોહલીએ કેએલ રાહુલનાં ખરાબ પ્રદર્શન છતા તેને ટીમમાં સતત તક આપી, જ્યારે અંબાતિ રાયડૂને કેટલીક ખરાબ ઇનિંગ બાદ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. રીપોર્ટમાં કહેવામાં આવ્યું કે રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહને છોડી દેવામાં આવે તો બાકીનાં ખેલાડીઓની પસંદગીમાં હંમેશા મુશ્કેલી આવે છે.

વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર આ કારણે નથી કરાતો પ્રશ્ન?

દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ હારવા છતા કેપ્ટન કોહલીને લઇને કોઇ વાત કરવામાં આવી નહીં. તેનું એક કારણ સુપ્રીમ કૉર્ટ દ્વારા બનાવવામાં આવેલી સંચાલકોની સમિતિ (CoA)નાં ચેરમેન વિનોદ રાય હોઇ શકે છે, જે કોહલીને પહેલાથી જ પસંદ કરે છે અને તેના દરેક નિર્ણયનું સમ્માન કરે છે. જણાવી દઇએ કે ભારતીય ટીમનું વર્લ્ડ કપ-2019નું અભિયાન પૂર્ણ થઇ ગયું છે. ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર મનાતી હતી. ફેન્સને ભારતનું સેમિ-ફાઇનલનું પ્રદર્શન ગળે ઉતરી રહ્યું નથી. ક્રિકેટનાં દિગ્ગજો પણ ટીમમાં બદલાવની માંગણી કરી રહ્યા છે. ભારત માટે સૌથી મોટી સમસ્યા નંબર-4ની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન