CWC19: Indian Team Will Come Back In India On Sunday
  • Home
  • Sports
  • Cricket
  • ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ માન્ચેસ્ટરમાં જ ફસાઇ ભારતીય ટીમ, રવિવારે પરત ફરશે વતન

ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ માન્ચેસ્ટરમાં જ ફસાઇ ભારતીય ટીમ, રવિવારે પરત ફરશે વતન

 | 9:33 pm IST

ભારતીય ટીમનું આઈસીસી વિશ્વ કપમાંથી બહાર થઇ જવું સૌ માટે ચોંકાવનારી વાત છે. આ વાતની આશા કોઇ નહોતી કરી. આ ચોંકાવનારી હાર બાદ ભારતીય ટીમ માન્ચેસ્ટરમાં જ ફસાઇ ગઇ છે અને ટીમ અહીં રવિવાર સુધી રહેશે. ભારતને ન્યૂઝીલેન્ડે પહેલી સેમિ-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે 18 રનોથી હરાવ્યું હતુ. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ટીમ માટે આવવાની ટિકિટો બૂક થઇ બૂક થઇ ગઇ છે અને ખેલાડીઓ રવિવાર સુધી માન્ચેસ્ટરમાં રહેશે.

ખેલાડીઓ 14 જૂલાઈ સુધી માન્ચેસ્ટરમાં જ રહેશે

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, “ઘણા ખેલાડીઓ 14 જૂલાઈ સુધી માન્ચેસ્ટરમાં જ રહેશે અને ત્યારબાદ ભારત આવવા નીકળશે. ગઇકાલે હાર બાદ ભારતીય ટીમનાં પરત આવવાની ટિકિટો બૂક થઇ ગઇ છે.’ વિશ્વ કપની ફાઇનલ રવિવારનાં રમાશે. ન્યૂઝીલેન્ડ ભારતને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે. તેનો સામનો બીજી સેમિ-ફાઇનલ વિજેતા ટીમ સાથે થશે.

વર્લ્ડ કપ બાદ વેસ્ટઇન્ડીઝનો પ્રવાસ કરશે ભારત

ભારતે હવે વર્લ્ડ કપ બાદ વેસ્ટઇન્ડીઝનો પ્રવાસ કરવાનો છે. બંને ટીમો 3 ઑગષ્ટથી ક્રિકેટ સીરીઝ રમશે. પહેલા ટી-20 મેચ રમાશે, ત્યારબાદ વન ડે સીરીઝ રમાશે. કેપ્ટન વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ જેવા સીનિયર ખેલાડીઓને ટી-20 અને વન ડે સીરીઝમાં આરામ આપવામાં આવી શકાય છે. આ બંને ટેસ્ટ સીરીઝ માટે ટીમમાં પરત ફરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન