Indian Team Will Get 5.4 Cr Rupees A Prize Money Of CWC19
  • Home
  • Sports
  • Cricket
  • ભારતીય ટીમને મળશે આટલા કરોડ રૂપિયા, ફાઇનલ જીતનારી ટીમ પર થશે ધનવર્ષા

ભારતીય ટીમને મળશે આટલા કરોડ રૂપિયા, ફાઇનલ જીતનારી ટીમ પર થશે ધનવર્ષા

 | 7:00 pm IST

આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની સેમિ-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારીને ભારતીય ટીમ બહાર થઇ ગઇ છે. આ સાથે વિશ્વ ચેમ્પિયન ટીમને મળનારી 40 લાખ ડૉલર (27.6 કરોડ રૂપિયા)ની ઇનામી રકમ જીતવાનું પણ ઇન્ડિયન ટીમ ચુકી ગઇ છે. તેને સેમિ-ફાઇનલમાં જગ્યા બનાવનારી ટીમને મળનારી 8 લાખ ડૉલર (5.4 કરોડ રૂપિયા)થી સંતોષ માનવો પડશે.

વર્લ્ડ કપ 2019ની કુલ ઇનામી રકમ એક કરોડ ડૉલર

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની કુલ ઇનામી રકમ એક કરોડ ડૉલર (69.41 કરોડ રૂપિયા) છે, જેમાં જીતનારી ટીમને 40 લાખ ડૉલર આપવામાં આવશે. રનરઅપ 20 લાખ ડૉલર આપવામાં આવશે, જ્યારે સેમિ-ફાઇનલમાં પહોંચનારી ટીમને 8-8 લાખ ડૉલર મળશે. જોવા જઇએ તો વર્લ્ડ કપ 2019ની આ ઇનામી રકમ દુનિયાની બાકીની રમતો જેમકે ટેનિસ, ફૂટબૉલ અને ફૉર્મ્યુલા વનની તુલનામાં મામુલી કહી શકાય તેટલી છે.

ફીફા વર્લ્ડ કપની ઇનામી રકમ 40 કરોડ ડૉલર 

ફૉર્મ્યુલા વનની ઇનામી રકમ લગભગ 80 કરોડ ડૉલર છે. તો ફૂટબૉલ ટૂર્નામેન્ટ UEFA ચેમ્પિયન્સ લીગની ઇનામી રકમ 1.3 અરબ ડૉલર છે, જેમાં જીતનારી ટીમને 7 કરોડ ડૉલર મળ્યા હતા. ફીફા વર્લ્ડ કપની ઇનામી રકમ 40 કરોડ ડૉલર છે, જે તમામ ટીમો વચ્ચે વહેંચવામાં આવે છે. જીતનારી ટીમને લગભગ 4 કરોડ ડૉલર મળે છે. તો રનરઅપ ટીમને 3 કરોડ ડૉલર આપવામાં આવે છે.

 વિંબલડન પ્રાઇઝ મની સાડા 4 કરોડ ડૉલર

તો વિંબલડન જેવી ટેનિસની જાણીતી ટૂર્નામેન્ટ 1877થી રમાઇ રહી છે. આ રમતની પ્રાઇઝ મની સાડા 4 કરોડ ડૉલર છે. જેમાં ટ્રૉફી જીતનારને 40 લાખ ડૉલર આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન