કેનેડામાં ચીનનો જબરદસ્ત વિરોધ, PM નરેન્દ્ર મોદીના થયા ચારેકોર વખાણ

ચીનના અત્યાચારોની વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય સમુદાયમાંથી અવાજ ઉઠાવાની અપીલ કરતાં કેનેડાની રાજધાની ટોરેન્ટોમાં રહેતા ભારત, તાઇવાન, તિબેટ અને વિયેતનામના લોકો રસ્તા પર ઉતર્યા. અમેરિકા, તિબેટ અને ભારતના ઝંડાને લઇ પ્રદર્શન કરી રહેલા લોકોએ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કર્યો અને ચીનની સરકારની વિરૂદ્ધ પ્રદર્શન કર્યું.
ઉઇગરો, હોંગકોંગ પર અત્યાચારનો વિરોધ
#WATCH An anti-China protest was organized by Canada-Hong Kong Link, Bangladesh Minority Rights Alliance, Indian, Tibetan, Vietnamese & Taiwanese diaspora in Toronto, Canada on August 1. pic.twitter.com/2KGGP7EeF1
— ANI (@ANI) August 2, 2020
વિરોધ પ્રદર્શન દરમ્યાન આ લોકોએ ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર સમુદાય પર કરાયેલા અત્યાચારોનો મુદ્દો ઉઠાવ્યો અને તેમની પાસે જબરદસ્તી મજૂરી કરાવતા રોકવાની માંગણી કરી. તો રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લઇ હોંગકોંગ પર કંટ્રોલ કરવાનો આરોપ પણ મૂકયો. આ દરમ્યાન લોકોએ તાઇવાન, હોંગકોંગ, વિયેતનામ અને ભારતની સાથે સમર્થન વ્યકત કર્યું અને કહ્યું કે જે દેશ ચીનની વિરૂદ્ધ ઉભો છે અમે તેનું સમર્થન કરીએ છીએ.
પીએમ મોદીના કર્યા વખાણ
તો ભારતના પીએમ મોદીના વખાણ કર્યા. એક પ્રદર્શનકારીએ કહ્યું કે ભારત સૌથી મહાન લોકતંત્ર છે અને પીએમ મોદીને ચીનની વિરૂદ્ધ લડવાની મિસાલ રજૂ કરવા માટે ધન્યવાદ આપવા જોઇએ. આપને જણાવી દઇએ કે તાઇવાન અને વિયેતનામની સાથે દક્ષિણ ચીન સાગરમાં દાવાને લઇ ચીનનો વિવાદ છે તેના લીધે તેઓ પોતાનું શક્તિ પ્રદર્શન કરતા રહે છે.
આ વીડિયો પણ જુઓ : વિશ્વમાં કોરોનાના 1.80 કરોડ કેસ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન