Indian Traders Stopped Purchasing Palm Oil Form Malaysia
  • Home
  • Featured
  • કાશ્મીર પર પાકિસ્તાનનો સાથ આપવો મલેશિયાને મોંઘો પડ્યો, ભારતીયોએ આપ્યો મોટો ફટકો

કાશ્મીર પર પાકિસ્તાનનો સાથ આપવો મલેશિયાને મોંઘો પડ્યો, ભારતીયોએ આપ્યો મોટો ફટકો

 | 9:19 pm IST

કાશ્મીર મુદ્દાને લઇને મલેશિયાનાં પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદ દ્વારા ભારતની ટીકાથી નારાજ ભારતીય વેપારીઓએ મલેશિયાથી પામ ઑઇલ આયાતનાં નવા સોદાને બંધ કરી દીધો છે. જો કે ભારત સરકારે આ દિશામાં અત્યાર સુધી કોઈ પગલું નથી ઉઠાવ્યું, પરંતુ ઘરેલૂ ખાદ્ય તેલ ઉદ્યોગે મલેશિયાને કડક જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. ખાદ્ય તેલ ઉદ્યોગ સંગઠનનાં એક ટૉપનાં અધિકારીએ કહ્યું કે દેશ પહેલા આવે છે અને વ્યાપારિક સંબંધો પછી.

કાશ્મીર મુદ્દા પર ભારત વિરોધી નિવેદનને લઇને દેશનાં તેલનાં વેપારીઓ મલેશિયાથી નારાજ છે. આ કારણે તેમણે આવતા મહિના માટે થનારા પામ તેલ આયાતનાં સોદાને રોકી દીધો છે. સૉલ્વેંટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશનનાં કાર્યકારી નિર્દેશક ડૉ. બી.વી મહેતાએ કહ્યું કે, “અમારા માટે દેશ પહેલા આવે છે અને વ્યાપારિક સંબંધો પછી. મલેશિયાથી પામ તેલ આયાત કરવું અમારી મજબૂરી પણ નથી, કેમકે મલેશિયાની જગ્યાએ ઇન્ડોનેશિયાથી પામ તેલનાં વિકલ્પ અમારા માટે ખુલ્લા છે.”

ડૉ. મહેતાએ કહ્યું કે, “ભારત મલેશિયાનાં પામ ઑઇલનું સૌથી મોટું ખરીદદાર છે, પરંતુ મલેશિયાથી આયાત રોકાતા આપણા ઉપર કોઈ ફર્ક નહીં પડે, કારણ કે આપણે તેની જગ્યાએ ઇન્ડોનેશિયાથી પામ ઑઇલ ખરીદી શકીએ છીએ.” તેમણે કહ્યું કે, “ભારત સરકાર મલેશિયાથી પામ ઑઇલની આયાત રોકવા માટે આયાત કરમાં વધારો કરી શકે છે અથવા નિર્ધારિત કર લગાવી શકે છે, પરંતુ સરકાર જે પણ પગલા ઉઠાવશે તેમાં વિશ્વ વેપાર સંગઠન દ્વારા નક્કી નિયમોને પણ ધ્યાનમાં રાખી શકાય છે.”

મલેશિયા પામ ઑઇલ બૉર્ડનાં આંકડાઓ અનુસાર, મલેશિયાએ આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન ફક્ત 9 મહિનામાં 39,08,212 ટન પામ ઑઇલ ભારતને નિકાસ કર્યું, જ્યારે ગત વર્ષે આ સમયગાળામાં તેણે ભારતને 18,88,216 ટન તેલ વેચ્યું હતુ. મતલબ કે આ વર્ષે ભારતે બમણું તેલ ખરીદ્યું છે. ભારતથી પામ તેલનાં સોદા ના થવાના રિપોર્ટ બાદ મલેશિયાનાં વાયદા બજાર બુર્સા મલેશિયા પર પામ તેલનાં ભાવ મંગળવારનાં 2,140 રિંગિટ પ્રતિ ટન તૂટ્યા, જ્યારે શુક્રવારનાં પામ તેલનો ભાવ 2,201 રિંગિટ પ્રતિ ટન પર બંધ થયો હતો. આ પ્રકારે બે દિવસમાં પામ તેલનાં ભાવમાં 2.77 ટકાનો ઘટાડો આવ્યો છે.

આ વિડીયો પણ જુઓ: આવતીકાલે અયોધ્યા રામમંદિર અંગે SCમાં સુનાવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન