indian-travel-blogger-and-couple-dead-in-yosemite-national-park-california
  • Home
  • Featured
  • અમેરિકામાં ફરવા ગયેલ ભારતીય કપલની 800 ફૂટની ઉંચાઈ પરથી નીચે પટકાતાં મોત

અમેરિકામાં ફરવા ગયેલ ભારતીય કપલની 800 ફૂટની ઉંચાઈ પરથી નીચે પટકાતાં મોત

 | 3:36 pm IST

કેલિફોર્નિયાના યોસેમિટી નેશનલ પાર્કમાં એક દુર્ગમ ક્ષેત્રમાં 800 ફૂટની ઉંચાઈ પરથી પડીને એક ભારતીય કપલ મોતને ભેટ્યુ છે. વિષ્ણુ વિશ્વનાથ અને મીનાક્ષી મૂર્તિ સુંદર જગ્યાઓ પર ફરવાનો શોખ ધરાવે છે. ટ્રાવેલ બ્લોગિંગ કરતા હતા. સોશિયલ મીડિયા પર આ કપલ અવારનવાર તેમના ફોટાઓ શેર કરતા હતા.

અમેરિકામાં ફરતું આ ભારતીય કપલ 800 ફૂટની ઉંચાઈ પરથી પડીને મોતને ભેટ્યા હતા. કેલિફોર્નિયાની યોસેમિટી નેશનલ પાર્કમાં એક દુર્ગમ ક્ષેત્રમાં 800 ફૂટની ઉંચાઈથી પડીને આ ભારતીય કપલનું મોત થયુ છે. વિષ્ણુ વિશ્વનાથ અને મીનાક્ષી મૂર્તિ હાલમાં જ ન્યૂયોર્ક અને કેલિફોર્નિયામાં રહેવા આવ્યું હતુ.

વિશ્વનાથને સિસ્કોમાં સિસ્ટમ એન્જીનિયરની નોકરી મળી હતી. તે હોલિડેઝ એન્ડ હેપ્પીલી અવર આફ્ટર્સ નામનો બ્લોગ લખી દુનિયાભરમાં ફરી તેમના અનુભવો શેર કરતા હતા. તેમના આ અનુભવોને લોકો ખુબ પસંદ કરતા હતા.
રેન્જર્સને ટાફ્ટ પોઈન્ટ નીચે ગુરૂવારે તેમના મૃતદેહો મળી આવ્યા હતા. ટાફ્ટ પોઈન્ટથી યોસેમિટી ઘાટીનું મનોરમ દૃશ્ય જોવા મળે છે.

એટલેજ પર્યટકો ત્યાં ફરવા જાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાર્કના પ્રવક્તા જૈમી રિચર્ડસે જણાવ્યુ કે અમને હજુ સુધી એ જાણવા નથી મળ્યુ કે આ કપલ કેવી રીતે નીચે પડ્યુ. અમે એ સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે આ ઘટના કેવી રીતે બની? કદાચ આપણને ક્યારેય નહી ખબર પડે કે આવુ કેમ થયુ પણ હા આ ખુબજ દુખદ ઘટના છે. આ કપલે 2014માં લગ્ન કર્યા હતા બંને સોફ્ટવેર એન્જીનિયર છે.

કેરળના ચેગન્નુર કોલેજ ઓફ એન્જીનિયરિંગે એક ફેસબુક પોસ્ટમાં કહ્યુ કે બંને તેમના વિદ્યાર્થીઓ હતા તેમણે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. કોલેજે જણાવ્યુ કે આ પ્યારા જોડાના આત્માને ભગવાન શાન્તી અર્પે, દોસ્તો અને પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના છે.