અરૂણાચલ પ્રદેશ: ચીનના સૈનિકોને 19 કલાક ચાલીને ભારતીય સૈનિકોએ ભગાડ્યા - Sandesh
  • Home
  • India
  • અરૂણાચલ પ્રદેશ: ચીનના સૈનિકોને 19 કલાક ચાલીને ભારતીય સૈનિકોએ ભગાડ્યા

અરૂણાચલ પ્રદેશ: ચીનના સૈનિકોને 19 કલાક ચાલીને ભારતીય સૈનિકોએ ભગાડ્યા

 | 10:52 am IST

અરૂણાચલ પ્રદેશના તુતિંગ વિસ્તારમાં ચીની સેનાની રોડ બનાવનાર ટુકડીની ઘૂસણખોરીના સમાચાર મળતા જ ભારતીય સૈનિક રવાના થઇ ગયા હતા અને 19 કલાક ચાલીને જગ્યા પર પહોંચ્યા હતા. ભારતીય સૈનિકોની એક ટુકડીના પહોંચ્યા બાદ ચીની સેનાના રસ્તા બનાવનાર ટુકડીના જવાન પાછા ગયા. આ કદાચ ડોકલામમાં મોડા પ્રતિક્રિયાના લીધે ચીની સૈનિકોની સાથે 70 દિવસ સુધી ચાલેલ ગતિરોધની શીખ હતી કે 28 ડિસેમ્બરના રોજ એક કુલી પાસેથી માહિતી મળતા જ ટુકડી રવાના કરી દીધી હતી. ચીની સેનાના રસ્તા નિર્માણની માહિતી એક કુલીએ આપી હતી, ત્યારબાદ તરત જ સૈનિકો મૈકમોહન લાઇન માટે રવાના કરાયા.

અરૂણાચેલ પ્રદેશની ઉપર આવેલા સિયાંગ જિલ્લામાં રસ્તો ન હોવાના લીધે ભારતીય સૈનિકોને પગપાળા ઘૂસણખોરી સ્થળ સુધી પહોંચવું પડ્યું અને તેમાં 19 કલાક લાગ્યા હતા. ભલે સેના એ આ મામલામાં જીવટ દેખાડી પરંતુ સરહદી ક્ષેત્રોના ઇન્ફ્રાસ્ટ્રકચરની સમસ્યા પણ તેનાથી ઉજાગર થાય છે કે સૈનિકોને પગપાળા આટલી લાંબી સફર કરવી પડી.

રાશનની સાથે મોકલવામાં આવ્યા હતા 120 જવાન
ભારતીય સેનાના 120 જવાનોને રાશનની સાથે સરહદ પર મોકલવામાં આવ્યા હતા જેથી કરીને તેઓ અંદાજે એક મહિના સુધી સરળતાથી રહી શકે. સરહદ પર રસ્તા ન હોવાથી ખચ્ચર વગેરેની સુવિધા ન હોવાના લીધે ભારતીય સેનાને પોતાના 300 પોર્ટર લગાવા પડ્યા જેથી કરીને સૈનિકો માટે રાશન ત્યાં પહોંચાડી શકાય.

ડોકલામ વિવાદમાંથી શીખ મળી
એક રક્ષા સૂત્ર એ કહ્યું શરૂઆતમાં એવું લાગતું હતું કે ચીની સેના ડોકલામ બાદ વિવાદનો વધુ એક મોર્ચો ખોલવા માંગે છે. અમને વિશ્વાસ હતો કે ત્યાં અમારા લાંબા સમય સુધી રોકાવું પડી શકે છે. ડોકલામ વિવાદમાંથી શીખ મેળવતા અમે 28 ડિસેમ્બરના રોજ જ ઘૂસણખોરી સ્થળ સુધી પહોંચવા માટે સૈનિકોને રવાના કરી દીધા હતા.

તેમણે કહ્યું કે બીજીબાજુ 6 જાન્યુઆરીના રોજ ફ્લેગ મીટિંગ માટે આવેલા ચીની સૈનિક સરહદ સુધી પોતાના વાહનથી આવ્યા હતા. કેસ તત્કાલિક ઉકેલાઇ ગયો અને ચીનના સૈનિક રસ્તો બનાવાના પોતાના મશીનોને સાથે પાછા લઇ ગયા. જો કે તેમના સાધનોને સ્થાનિક લોકોએ નુકસાન પહોંચાડ્યું હતું.

સૂત્ર એ કહ્યું કે સ્થાનિક લોકોના વિરોધ બાદ ચીનના સિવિલિયન વર્કર પોતાના ઉપકરણ છોડીને ભાગી ગયા. તેમણે કહ્યું કે પરંતુ જો તેઓ મોટી સંખ્યામાં ચીની સૈનિકોની સાથે પરત આવે તો શું થાય. તેની આશંકાને જોતા અમે સૌથી પહેલાં રક્ષાત્મક ઉપાય કર્યા પરંતુ અમારી સામે સૌથી મોટો પડકાર પોતાના સંસાધનોને જમા કરવાના હતા. જો કે તેમાં પણ પડકાર અને મુશ્કેલીઓ હતી.

પોર્ટર નહીં આવતા પહેલાં સેનાના હેલિકોપ્ટરથી 100 પેકેટ ભોજન અને 30000 પેકેટ ચોકલેટ પાડ્યા. વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભીષણ ઠંડી અને પથરાળ જમીનને જોતા ચોકલેટ જીવતા રહેવા માટે ઉર્જાના સ્ત્રોતના રૂપમાં કામ કરે છે.

સૂત્રોએ કહ્યું કે શરૂઆતમાં પાણીનો કોઇ સ્ત્રોત નહોતો અને પાણીના કેનને હેલિકોપ્ટરથી નીચે પાડ્યા. કુલીઓનું કામ ખૂબ જ કઠિન હતું. દરેક વ્યક્તિને 10થી 15 કિલો રાશન લઇ જવાનું હતું. સાથો સાથ તેમણે પાછા નીચે આવવાનું અને બીજી યાત્રા પહેલાં આરામ કરવાનું પણ જરૂરી હતું. અમે 120 જવાનો માટે 30 દિવસનું રાશન મોકલ્યું. દરેક સૈનિકને અંદાજે દોઢ કિલોગ્રામ રાશનની જરૂર પડે છે તેમાં પાણી અને કેરોસીન સામેલ છે.

ભારતીય ક્ષેત્રમાં ભૂસ્ખલનનો ખતરો
તેમણે કહ્યું કે બીજીબાજુ ચીની સેનાને ભૌગોલિક લાભ છે. સૂત્ર એ કહ્યું કે ચીનની તરફથી માટી કઠણ અને હંમેશા જામેલી રહે છે. આપણાથી ઉલટું તેઓ સરળતાથી રસ્તો બનાવી શકે છે. ભારતીય ક્ષેત્રમાં ચીકણી માટી છે અને ભૂસ્ખલનનો ખતરો બની રહે છે. તેના પર જે પણ રસ્તો બનશે તે નષ્ટ થઇ જશે.

તેમણે કહ્યું કે જે જગ્યા પર ઘૂસણખોરી થઇ છે, ત્યાં શુક્રવારના રોજ ત્રણ ફૂટ બરફ પડ્યો હતો. તેમણે કહ્યું આપણે આપણા સૈનિકોને નજીકના નીચલા વિસ્તારમાં પાછા બોલાવી લીધા છે. આ જગ્યા પર એક ચોક્કસ સમય પર જ પેટ્રોલિંગ કરવામાં આવે છે.