Indian Users Boycotting Chines Applications And Products
  • Home
  • Business
  • ભારત સામે પડવું ચીનને પડ્યું ભારે, ભારતીયોએ આપ્યો ના ભૂલી શકાય એવો ઝાટકો

ભારત સામે પડવું ચીનને પડ્યું ભારે, ભારતીયોએ આપ્યો ના ભૂલી શકાય એવો ઝાટકો

 | 12:07 pm IST

ભારત-ચીનની વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદની વચ્ચે TikTok, Helo, Like અને PubG જેવી પોપ્યુલર ચાઇનીઝ એપ્સનાં ડાઉનલોડમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાઇનીઝ એપ્સ કંપનીઓ માટે ભારત એક મોટું બજાર છે, જ્યાં અત્યારે ચીની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોનું માનીએ તો અત્યારે ભારતમાં જાહેરાત કંપનીઓ પણ આ એપ્સથી અંતર રાખી રહી છે.

બિગો લાઇવ અને પબજી સહિતને નુકસાન

જો કે તણાવ ઓછો થયા બાદ સ્થિતિમાં સુધારો થશે તેવી સંભાવના છે. સેન્સર ટાવરની રિપોર્ટ પ્રમાણે, લાઇવ સ્ટ્રીમિંગ એપ બિગો લાઇવ, શૉર્ટ વિડીયો એપ લાઇકી અને ગેમિંગ એપ પબજીનાં ડાઉનલૉડ્સમાં જૂન મહિનામાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે ટિકટૉક અને હેલો એપનાં ડાઉનલોડ્સમાં એપ્રિલથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ટિકટોક અને હેલોનાં માલિકીવાળી ByteDanceનાં ભારતમાં 30 કરોડ યૂનિક યૂઝર્સ છે.

હેલો એપનાં વપરાશમાં 38 ટકા ઘટાડો

ભારતમાં કુલ 45 કરોડ સ્માર્ટફોન યૂઝર્સ છે. આનો સીધો મતલબ છે કે ભારતનાં લગભગ 2 તૃતિયાંશ સ્માર્ટફોન ગ્રાહકોની પાસે આ એપ્સ છે. ટીકટોકમાં મેથી 22 જૂન સુધી 38 ટકા, હેલોમાં 22 જૂન સુધી 38 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનની વચ્ચેનાં સંબંધો અત્યારે તણાવપૂર્ણ ચાલી રહ્યા છે. ચીન ગાલવાન ખીણમાં પોતાના મેલા ઇરાદા છતું કરી ચુક્યું છે. ગલવાન ખીણમાં થયેલી લોહિયાળ અથડામણમાં ભારતનાં 20 જવાનો શહીદ થયા હતા.

આ અથડામણ બાદ ભારત અને ચીનનાં સંબંધો ઘણા ખરાબ થયા છે. ભારતીય લોકોમાં પણ આ ઘટના બાદ ચીન પ્રત્યે રોષ છે અને લોકો ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા છે. ભારતીય યૂઝરોનાં રોષનાં કારણે ચીનને જબરદસ્ત આર્થિક ઝાટકો મળી શકે છે.

આ વિડીયો પણ જુઓ: દેશના 5 રાજ્યમાં આકાશી વીજળીનો કહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન