ઇન્ડિયન વેલ્સ : સ્ટેન વાવરિન્કાને હરાવી રોજર ફેડરર ચેમ્પિયન - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ઇન્ડિયન વેલ્સ : સ્ટેન વાવરિન્કાને હરાવી રોજર ફેડરર ચેમ્પિયન

ઇન્ડિયન વેલ્સ : સ્ટેન વાવરિન્કાને હરાવી રોજર ફેડરર ચેમ્પિયન

 | 2:13 am IST

ઇન્ડિયન વેલ્સ :

સ્વિત્ઝર્લેન્ડનાં ૧૮ વખતનાં ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન રોજર ફેડરરે ઇન્ડિયન વેલ્સની ‘ઓલ સ્વિસ ફાઇનલ’માં પોતાનાં જ દેશનાં સ્ટેન વાવરિન્કાને ૬-૪, ૭-૫થી સીધા સેટમાં હરાવી પાંચમી વખત આ ટાઇટલ જીતી લીધં છે. આ સાથે જ તેણે ર્સિબયાનાં નોવાક જોકોવિચની બરાબરી કરી લીધી છે. જોકોવિચ ઇન્ડિયન વેલ્સની આ સ્પર્ધામાં પાંચ વખત ચેમ્પિયન બન્યો છે. આ પહેલાં રોજર ફેડરર ૨૦૦૪, ૨૦૦૫, ૨૦૦૬ અને ૨૦૧૨માં અહી ચેમ્પિયન બન્યો હતો. આ ઉપરાંત ૩૫ વર્ષીય ફેડરરે અમેરિકાનાં ભૂતપૂર્વ ચેમ્પિયન આન્દ્રે અગાસીનો સૌથી મોટી ઉંમરે માસ્ટર્સ ટાઇટલ જીતવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. અગાસીએ ૩૪ વર્ષની ઉંમરે માસ્ટર્સ ટાઇટલ જીત્યું હતું. ગત વર્ષે ફેડરર છ મહિના માટે ઘૂંટણની સર્જરીને કારણે ટેનિસ કોર્ટથી બહાર હતો પરંતુ ઇજામાંથી વાપસી કર્યા બાદ તેણે આ વર્ષે સ્પેનનાં રાફેલ નડાલને હરાવી ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું. જે તેનું ૧૮મું ટાઇટલ હતું.

ઇન્ડિયન વેલ્સની આ સ્પર્ધા દરમિયાન રોજર ફેડરરે એક પણ સેટ ગુમાવ્યાં વગર પોતાની બધી જ મેચ જીતી હતી અને ફાઇનલમાં પણ વાવરિન્કા સામે તેણે પોતાની શાનદાર રમત જાળવી રાખી હતી. એક કલાક અને ૨૧ મિનિટ સુધી ચાલેલી આ મેચમાં તેણે પ્રથમ સેટ ફક્ત ૩૦ મિનિટમાં જ ૬-૪થી જીતી લીધો હતો. આ સેટમાં સ્કોર એક સમયે ૪-૪ની બરાબરી પર હતો. પરંતુ ફેડરરે વાવરિન્કાની સવર્સિ તોડી સેટને ૬-૪થી જીતી લીધો હતો. બીજા સેટમાં વાવરિન્કાએ લડત આપી સેટને ટાઇબ્રેકરમાં લઇ જવામાં સફળ રહ્યો હતો પરંતુ ફેડરરે તેને કોઇ પણ મોકો ન આપતા સેટ ૭-૫થી જીતી લઇ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ રોજર ફેડરરનું ૯૦મું ટાઇટલ હતું.

સ્વેતલાના કુઝનેત્સોવાને હરાવી એલિના વેસ્નિના ચેમ્પિયન 

ઇન્ડિયન વેલ્સની મહિલા સિંગલ્સની ‘ઓલ રશિયન ફાઇનલ’માં ૧૩મી ક્રમાંકિત એલિના વેસ્નિનાએ પોતાનાં જ દેશની સાતમી ક્રમાંકિત અને બે વખતની ગ્રાન્ડસ્લેમ વિજેતા સ્વેતલાના કુઝનેત્સોવાને ત્રણ કલાક અને પાંચ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૬-૭, ૭-૫, ૬-૪થી હરાવી ચેમ્પિયન બની હતી. પ્રથમ સેટમાં વેસ્નિના ૨-૦ અને ૪-૨થી આગળ હતી પરંતુ કુઝનેત્સોવા સેટને ટાઇબ્રેકરમાં લઇ જવામાં સફળ રહી હતી જ્યાં તેણીએ આ સેટ ૭-૬થી જીત્યો હતો. બીજા સેટમાં વેસ્નિના એક સમયે ૧-૪થી પાછળ હોવા છતાં સતત ચાર પોઇન્ટ જીતી સ્કોર ૫-૪થી કર્યો હતો. અહી કુઝનેત્સોવાએ વળતી લડત આપી વેસ્નિનાની સવર્સિ તોડી ફરી વખત સેટ ટાઇબ્રેકરમાં લઇ ગઇ હતી જ્યાં વેસ્નિનાએ ૭-૫થી સેટ પોતાનાં નામે કર્યો હતો. ત્રીજા અને અંતિમ સેટમાં સ્કોર ૪-૪ની બરાબરી પર હતો અને એવં લાગતું હતું કે આ સેટ પણ ટાઇબ્રેકરમાં જશે પરંતુ વેસ્નિનાએ કુઝનેત્સોવાની સવર્સિ તોડીને સેટ ૬-૪થી જીતી લઇ મેચ પોતાના નામે કરી હતી. આ વેસ્નિનાનું ડબલ્યૂટીએ સિંગલ્સમાં ત્રીજં ટાઇટલ હતું.