indian-who-lives-in-america-can-be-troubled-after-trumps-this-order
NIFTY 11,403.30 -31.80  |  SENSEX 37,759.88 +-92.12  |  USD 70.2925 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ટ્રમ્પનાં આ આદેશ બાદ અમેરિકામાં રહેતા ભારતીયો પર લટકતી તલવાર

ટ્રમ્પનાં આ આદેશ બાદ અમેરિકામાં રહેતા ભારતીયો પર લટકતી તલવાર

 | 4:37 pm IST

ડૉનાલ્ડ ટ્રંપનો નવો આદેશ અમેરિકામાં રહેતા ભારતીયો માટે મોટી સમસ્યા ઉભી કરી શકે છે. હવે ભારતીયો ગમે ત્યારે અમેરિકા છોડવા મજબૂર થઇ શકે છે. સીધા શબ્દોમાં કહીએ તો તેમને અમેરિકામાંથી નીકાળવામાં આવી શકે છે. ટ્રંપ પ્રશાસને પોતાના અધિકારીઓને આદેશ આપ્યો છે કે કેટલીક પરિસ્થતિમાં વિઝા એપ્લિકેશન સીધી રદ કરી શકે છે. હવે અમેરિકાનાં ઇમિગ્રેશન ઑફિસર એ વિઝા અરજીઓને સીધા રદ કરી શકે છે જેના માટે જરૂરી પ્રારંભિક પુરાવા જમા કરાવવામાં નથી આવ્યા. વિઝા પ્રાપ્ત કરવાની યોગ્યતા સાબિત ના થવાની સ્થિતિમાં પણ વિઝા અરજીઓ રદ કરવામાં આવશે. અમેરિકી સરકારની આ નવી નીતિ 11 સપ્ટેમ્બરથી લાગૂ થશે.

H-1B સહિત તમામ વિઝા અરજદારોને હવે દસ્તાવેજ જમા કરવા અથવા પોતાની યોગ્યતા સાબિત કરવાની બીજી તક નહી મળે. કેટલાક કેસમાં એપ્લિકેશન સીધી જ રદ કરી દેવામાં આવશે. આદેશ પ્રમાણે H-1B પર અમેરિકામાં નોકરી કરી રહેલા લોકોની અરજી રદ થશે તો તેમણે ત્યાંથી ડિપોર્ટ પણ થવું પડે શકે છે.

યૂનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ(USCIS)એ પોતાની પોલિસીમાં 13 જુલાઈનાં રોજ બદલાવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પહેલા અધિકારીઓને પોતાની રીતે અરજીઓ રદ કરવાનો અધિકાર નહતો. આવેદકોને પોતાનો પક્ષ રાખવાનો અને વધારે પુરાવા જમા કરાવવાની તક મળતી હતી.