Indian man hits jackpot in UAE
  • Home
  • Nri
  • દુબઇ છોડતાની છેલ્લી ઘડીએ જ આ ભારતીયને લાગ્યો જેકપોટ, રકમ જાણી વેઢા ગણતા રહી જશો

દુબઇ છોડતાની છેલ્લી ઘડીએ જ આ ભારતીયને લાગ્યો જેકપોટ, રકમ જાણી વેઢા ગણતા રહી જશો

 | 10:30 am IST

સંયુકત અરબ અમીરાત (યુએઇ)માં એક ભારતીય એ 19 લાખ ડોલર એટલે કે 13,05,20,500 રૂપિયાની લોટરી જીતી છે. મીડિયા રિપોર્ટસના મતે અબુધાબીમાં સિવિલ સુપરવાઇઝરની નોકરી કરી રહેલા 30 વર્ષના તોજો મૈથ્યૂ જેકપોટ ત્યારે જીત્યા જ્યારે તેમણે યુએઇને છોડવાનો નિર્ણય કરી લીધો હતો. તેમણે ભારત જતા પહેલાં અબુ ધાબી એરપોર્ટ લોટરીની ટિકિટ ખરીદી હતી.

તોજો મૈથ્યુ એ જણાવ્યું કે હું જયારે ભારત માટે ફ્લાઇટમાં બેસતો હતો ત્યારે તે પહેલાં 24 જૂનના રોજ ટિકિટ ખરીદી હતી. હું મારી પત્ની સાથે જવા માટે દુબઇ છોડી રહ્યો હતો, જેને દિલ્હીમાં નોકરી મળી ગઇ છે. મને અત્યારે વિશ્વાસ થઇ રહ્યો નથી કે હું જીતી ગયો છું.

મૈથ્યુ એ કહ્યું કે તેમનું કેરળમાં ઘર લેવાનું સપનું છે. મૈથ્યુ અને તેમના મિત્રોને ત્યારે માહિતી મળી જ્યારે તેમણે બિગ ટિકિટ વેબસાઇટને ચેક કરી. આપને જણાવી દઇએ કે આની પહેલાં બીજા એક ભારતીય ડ્રાઇવરે પણ જેકપોટમાં મોટી રકમ જીતી હતી.