UAEમાં ભારતીયને લાગી લોટરી, બની ગયો રાતો રાત કરોડપતિ - Sandesh
  • Home
  • Nri
  • UAEમાં ભારતીયને લાગી લોટરી, બની ગયો રાતો રાત કરોડપતિ

UAEમાં ભારતીયને લાગી લોટરી, બની ગયો રાતો રાત કરોડપતિ

 | 3:37 pm IST

સંયુકત અરબ અમીરાત (યુએઇ)માં માસિક લોટરીના જેકપોટમાં એક ભારતીય વ્યક્તિએ 27.2 લાખ અમેરિકન ડોલરની રકમ જીત્યા છે. અબુધાબીમાં કાર્ટોગ્રાફર તરીકે કામ કરતાં મારકોસ નામના વ્યક્તિનું કહેવું છે કે તેમને આશા હતી કે તેઓ જેકપોટ જીતશે. ગલ્ફ ન્યૂઝના સમાચાર પ્રમાણે મારકોસ કેરળનો રહેવાસી છે અને 2004થી દુબઇમાં રહે છે.

મારકોસ છેલ્લાં બે વર્ષથી ‘બિગ ટિકિટ’ની ટિકિટ ખરીદતો હતો, પરંતુ તેઓ કયારેય નિયમિત રીતે લેતા નહોતા. મારકોસે કહ્યું કે કેટલાંક લોકો (કેરળથી) જીતી રહ્યાં છે અને દરેક વખતે આશા યથાવત રાખતો હતો. પરંતુ મને વિશ્વાસ હતો કે હું જીતીશ. તેણે કહ્યું કે પાંચમી વખત મેં ટિકિટ ખરીદી હતી.

લોટરની રકમના ઉપયોગ પર તેમણે કહ્યું કે મારી પત્ની અને બે બાળકો કેરળમાં છે. અહીં મારે પહેલેથી દેવું હતું અને મેં તાજેતરમાં બીજી લોન લીધી છે. અત્યારે મેં કોઇ નિર્ણય લીધો નથી પરંતુ તેને ચૂકાવવું મારી પહેલી પ્રાથમિકતા છે. મારકોસે એક કરોડ દિરહમ એટલે કે 27.2 લાખ અમેરિકન ડોલરનો જેકપોટ જીત્યો છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને એક બીજા ભારતીય મોહમ્મદ કુન્હી મય્યાલા એ અબુધાબીમાં ટિકિટ ખરીદી હતી અને 70 લાખ દિરહામનો જેકપોટ જીત્યો છે.