NRI: Indian woman dies after surgery in Dubai Hospital
  • Home
  • NRI
  • દુબઇની હોસ્પિટલમાં સર્જરી બાદ ભારતીય મૂળની મહિલાનું મોત

દુબઇની હોસ્પિટલમાં સર્જરી બાદ ભારતીય મૂળની મહિલાનું મોત

 | 3:16 pm IST

દુબઇના એક ખાનગી હોસ્પિટલમાં એક ઓપરેશન બાદ કથિત રૂપે ઉદ્ભવેલી જટીલતાઓના કારણે એક ભારતીય મહિલા સેફ મોતને ભેટી. મીડિયા રિપોર્ટમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. ગલ્ફ ન્યૂઝની ખબરોમાં કહેવામાં આવ્યું છે કે, 42 વર્ષિય રિતા ફર્નાંડીસને નવ મેંના રોજ અલ જાહરા હોસ્પિટલમાં હિપ રિપ્લેસમેન્ટ સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી.

હોસ્પિટલનાં મુખ્ય કાર્યકારી અધિકારી મોહાયેમ અબ્દેલગનીએ એક નિવેદનમાં કહ્યું,’અલ જાહરા હોસ્પિટલ, દુબઇમાં બેટ્ટી રિતા ફર્નાંન્ડિસની સર્જરી બાદ 9મેંના રોજ થયેલા નિધનની જાણકારી તેમના પરિવારજનોને આપી દેવામાં આવી છે. અમે તેમને સમગ્ર ઘટનાક્રમ વિશે પારદર્શી રીતે અવગત કરાવી દીધા છે.’ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં હોસ્પિટલ, દુબઇ સ્વાસ્થ્ય પ્રાધિકરણ (ડીએસએ) અને સંયુક્ત આંતરરાષ્ટ્રીય આયોગના દિશા નિર્દેશો અનુસાર આ ઘટનાની ઘણા સ્તરે સમીક્ષા કરવામાં આવી રહી છે. સંબંધિત સત્તાવાળાઓ તથા ડીએચએને સ્વતંત્ર આંકલન તથા સમીક્ષા માટે જાણકારી આપી દેવામાં આવી છે. અમે મૃતકનાં પરિવારજનોને સમગ્ર જાણકારી આપતા રહીશું.’

રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે, ફર્નાંન્ડીસને જન્મથી જ હિપની સમસ્યા હતી. મૂળ રૂપે મુંબઇની રહેવાસી ફર્નાંન્ડીસના પરિવારજનોએ જણાવ્યું કે, તેમણે અલ જાહરા હોસ્પિટલમાં સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો. તેમને 9મેંના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતાં. ફર્નાંન્ડીસના ફેસબુક પેઝ અનુસાર તે એક કુક હતી અને ‘બેટ્ટીઝ કેક ટેલ’ નામનો સ્ટોર ચલાવતી હતી. ડીએચએ ફર્નાંન્ડીસનાં પતિ દ્વારા નોંધાવેલ ફરિયાદની તપાસ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન