US: સાવકી પુત્રીને ઝાડુ,વેલણ-જૂતાથી મારનારી ભારતીય મૂળની ક્રુર માતાને 15 વર્ષની જેલ - Sandesh
  • Home
  • Nri
  • US: સાવકી પુત્રીને ઝાડુ,વેલણ-જૂતાથી મારનારી ભારતીય મૂળની ક્રુર માતાને 15 વર્ષની જેલ

US: સાવકી પુત્રીને ઝાડુ,વેલણ-જૂતાથી મારનારી ભારતીય મૂળની ક્રુર માતાને 15 વર્ષની જેલ

 | 3:26 pm IST

અમેરિકામાં ભારતીય મૂળની એક મહિલાને તેની 12 વર્ષની સાવકી પુત્રી પર અત્યાચાર અને મારપીટના મામલે 15 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ મહિલા પર સાવકી પુત્રીને દોઢ વર્ષથી પણ વધુ સમયથી મારપીટ અને ભૂખી રાખવાના આરોપ છે. ક્વીન્સ નિવાસી શિતલ રનોટને આ વર્ષે જુલાઈમાં એક જ્યુરીએ પ્રથમ ડિગ્રીના અપરાધ અને એક બાળકીને જોખમમાં નાખવા મામલે દોષિત જાહેર કરી. ક્વીન્સ સુપ્રીમ કોર્ટના જજ રિચર્ડ બચરે રનોટને 15 વર્ષની કેદની સજા ફટકારી.

શિતલ રનોટની સાવકી પુત્રી માયાને તે ભૂખી રાખતી હતી. એકવાર તેને ઝાડુના હેન્ડલવાળા ભાગથી એટલી મારી કે તેનું કાંડુ તૂટી ગયું અને હાડકુ દેખાવા લાગ્યું હતું. લાંબા સમય સુધી તેને હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. માયાએ સર્જરી કરાવવી પડી હતી.

ખરાબ સાવકી માતાનું સૌથી મોટુ ઉદાહરણ

ક્વીન્સ ડિસ્ટ્રિક્ટ અટોર્ની રિચર્ડ બ્રાઉને કહ્યું કે રનોટ એક ખરાબ સાવકી માતાનું સૌથી મોટુ ઉદાહરણ છે. તેણે બાળકીને જરૂરી મૂળ પોષણથી તો દૂર જ રાખી પરંતુ સાથે સાથે નિર્દયતાથી મારપીટ પણ કરી. માયાના શરીર પર હાજર નિશાન તેના દર્દને આજે પણ વાચા આપે છે. બાળકીની ઉંમર 12 વર્ષ છે પરંતુ તેનું વજન 58 પાઉન્ડ જ છે. કોઈ પણ બાળક સાથે આ પ્રકારનું વર્તન ન થવું જોઈએ.

પિતા ઉપર પણ ચાલશે કેસ

માયાના પિતા રાજેશ રનોટ ઉપર પણ બાળક પર હુમલો, ગેરકાયદેસર રીતે કેદમાં રાખવા અને તેના કલ્યાણને જોખમમાં નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમની ઉપર પણ કેસ ચાલશે. રનોટ તેની સાવકી પુત્રીને વધુમાં વધુ પીડા આપવા માટે તેના શરીર અને ચહેરા ઉપર વારંવાર ઈજા પહોંચાડતી હતી. ડિસેમ્બર 2012 અને મે 2014 વચ્ચે તેણે બાળકીને બેડરૂમમાં બંધ કરી દીધી હતી અને લાંબા સમય સુધી તેને ભોજન પણ આપ્યું નહતું.

જૂતા, વેલણ, ઝાડુથી મારતી હતી આ સાવકી માતા

એકવાર શિતલ રનોટે માયાના ચહેરા પર પહેરેલા જૂતાથી લાત મારી હતી. જેનાથી માયાને ખુબ જ પીડા થઈ હતી અને તેની આંખો સૂજી ગઈ હતી. અન્ય એક ઘટનામાં તેણે માયાના ચહેરા પર વેલણ માર્યુ હતું. જેનાથી તેના ડાબા ગાલ પર ઈજા થઈ હતી અને સૂજી ગયો હતો. બાળકીને ક્વીન્સની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરો તે વખતે લાગ્યું હતું કે બાળકીનું વજન હોવું જોઈએ તેના કરતા ઓછુ છે.

ત્રીજી અન્ય એક ઘટનામાં ચિકિત્સાકર્મી જ્યારે આ પરિવારના ઘરે ગયા ત્યારે માયા લોહીલૂહાણ હાલતમાં રસોડામાં પડી હતી. એટલે સુધી કે તેના જમણા કાંડા પરની નસ બહાર દેખાઈ રહી હતી. બાળકીના કાંડામાં સર્જરી કરાઈ અને ઘૂંટણમાં ટાંકા લગાવવામાં આવ્યાં હતાં.