Indian woman putting tilak on cat in frock goes viral
  • Home
  • Featured
  • ‘ઉતારો આરતી બિલાડી બેન ઘરે આવ્યાં’ મહિલાએ એવું સ્વાગત કર્યું કે, વીડિયો ધડાધડ વાયરલ

‘ઉતારો આરતી બિલાડી બેન ઘરે આવ્યાં’ મહિલાએ એવું સ્વાગત કર્યું કે, વીડિયો ધડાધડ વાયરલ

 | 11:05 am IST

એવું કહેવાય છે કે, પ્રાણીઓ માણસના શ્રેષ્ઠ મિત્રો છે. પરંતુ આ ખાલી બોલવામાં જ જોવા મળે છે. રિયલ લાઈફમાં કોઈની પાસે પ્રાણીઓ બેસે તો એ નામંજૂર છે. જો કે, ઘણા માણસો તેમના પાલતુ પ્રાણીઓની એવી દેખરેખ અને એવી રીતે સાચવતા હોય કે જોનારા પણ હેરાન રહી જાય. જાણે એ પ્રાણી નહીં પણ તેમના પરિવારનો એક ભાગ હોય એ જ રીતે માલિક તેમના પાલતુ પ્રાણીને સારવાર આપતા હોય છે.

હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે કે, જેમાં એક બિલાડીની આરતી કરતી મહિલા જોવા મળી રહી છે. એક મહિલાએ બિલાડીના માથા પર સિંદૂર તિલક લગાવી આરતી કરી અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. હવે તમામ પ્રકારના સોશિયલ મીડિયા પર આ વીડિયોની ઘૂમ મચી ગઈ છે. લાગણીઓના ઘોડાપૂર આવી રહ્યા છે. આ વિચિત્ર વીડિયો ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જેમાં કેપ્શન આપવામાં આવ્યું હતું કે “કડલ્સ ગોસલકર તેનું શ્રેષ્ઠ જીવન જીવે છે.”

20 સેકન્ડના વીડિયોમાં એક મહિલા તેના હાથમાં આરતીની થાળી લઈને બિલાડી પર સિંદૂર તિલક લગાવીને તેની આરતી કરતી બતાવે છે. જો તમે ધ્યાનથી જોશો તો બિલાડીએ સફેદ રફલ્ડ ફ્રોક પહેરેલી છે. એ એટલી શાંતિથી ખુરશી પર બેઠી છે કે, જાણે તે એક સ્ત્રી હોય અને તેના જ કુટુંબની મહિલા હોય. તો જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન