Indian Woman Suffering From Rare Disease Fights Deportation From UK
  • Home
  • NRI
  • બ્રિટનનો દુર્લભ બીમારીથી પીડાતી આ ભારતીય મહિલાને જબરદસ્તી ‘તગેડવા’નો ઇરાદો

બ્રિટનનો દુર્લભ બીમારીથી પીડાતી આ ભારતીય મહિલાને જબરદસ્તી ‘તગેડવા’નો ઇરાદો

 | 10:49 am IST

બ્રિટનમાં એક દુર્લભ બીમારીથી ઝઝૂમી રહેલ ભારતીય મહિલા સ્વદેશ પ્રત્યર્પિત કરવાની વિરૂદ્ધ લડાઇ લડી રહી છે. વિદ્યાર્થીની તરીકે બ્રિટન ગયેલ ભવાની ઇશપતિ ક્રોહન નામની બીમારીથી ઝઝૂમી રહી છે તેના માટે તેને ખાસ દવા ઇમ્યુનોસુપ્રેસેંટની જરૂર છે, જે હજુ સુધી ભારતમાં ઉપલબ્ધ નથી. ક્રોહન પાચનતંત્રની પરતને ઓછી કરનાર એક દુર્લભ રોગ છે જેના લીધે આંતરડામાં સોજા આવી જાય છે. વિદ્યાર્થીની એક મોટા ઓપરેશન બાદ કોમામાં પણ જતી રહી હતી.

પોતાના કિસ્સામાં સમર્થન એકત્ર કરવા માટે ઓનલાઇન અભિયાન શરૂ કરનાર 31 વર્ષની ભવાની એ કહ્યું કે સતત ચિકિત્સીય દેખરેખ સિવાય જે વસ્તુ મને થોડીક પણ વ્યવસ્થિત રાખી શકે છે તે ઇમ્યુનોસુપ્રેસેંટ છે જે હજુ સુધી ભારતમાં ઉપલબ્ધ નથી. બ્રિટનના ગૃહ મંત્રાલયને લાગે છે કે મારે બ્રિટનમાં રહેવાની જગ્યાએ ભારત પાછું જતું રહેવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે બ્રિટનના ગૃહ મંત્રાલયે તાજેતરમાં એક પત્ર રજૂ કર્યો તેમાં કહ્યું કે બ્રિટનમાં રહેવાની અરજીને રદ્દ કરી છે અને તેમનું જબરદસ્તી ભારત પ્રત્યર્પિત કરાય. આ પત્ર તેમની પાસે ત્યારે આવ્યો જ્યારે તે એક મોટા ઓપરેશન બાદ કોમામાં હતી અને તેના મંગેતર માર્ટિન મૈંગલરે નિર્ણયની વિરૂદ્ધ અપીલ કરી. તેના ડૉકટર્સે કહ્યું છે કે જો તેને મુસાફરી કરવી પડી તો તેના જીવને જોખમ થઇ શકે છે. ગૃહ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે માર્ચ 2019મા ગૃહ વિભાગને આ કેસમાં તાજા પુરાવા અંગે ખબર નથી અને તપાસ કરી રહ્યાં છે.

આ Video પણ જુઓ: ઈન્ટરનેશનલ આર્મી સ્કાઉટ માસ્ટર્સ કોમ્પિટિશન 2019

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન