દક્ષિણ આફ્રિકામાં વિરાટ સેના પછી મિતાલી બ્રિગેડની પણ વિજયકૂચ - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.7925 -0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • દક્ષિણ આફ્રિકામાં વિરાટ સેના પછી મિતાલી બ્રિગેડની પણ વિજયકૂચ

દક્ષિણ આફ્રિકામાં વિરાટ સેના પછી મિતાલી બ્રિગેડની પણ વિજયકૂચ

 | 9:59 am IST

દક્ષિણ આફ્રિકામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ટીમે છ વન ડે શ્રેણીની બે મેચ જીતી પ્રભાવશાળી સરસાઈ મેળવી છે. વિરાટ સેના પછી હવે મહિલા બ્રિગેડે પણ દક્ષિણ આફ્રિકામાં જ રમાયેલી પ્રથમ વન ડે જીતી લીધી છે. આઈસીસી વિમેન્સ ચેમ્પિયનશિપની સોમવારે રમાયેલી પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 88 રનથી કારમો પરાજ્ય આપ્યો હતો.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી. પ્રથમ દાવમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 50 ઓવરમાં સાત વિકેટે 213 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ભારતનાં મહિલા ઓપનિંગ બેટ્સમેન પૂનમ અને સ્મૃતિએ સુંદર શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટમાં 55 રન કર્યા હતાં. દક્ષિણ આફ્રિકાનાં મહિલા બોલર અયબોંગા ખાકાએ પૂનમ રાવતને 19 રને આઉટ કર્યા હતાં. ત્યારબાદ ક્રિઝ પર આવેલાં ભારતીય કેપ્ટન મિતાલી રાજે સ્મૃતિ સાથે 99 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતે ત્યારપછી  સ્મૃતિની વિકેટ ગુમાવી હતી. તેમણે 98 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 84 રન કર્યા હતાં. મિતાલી રાજને 45 રનના અંગત સ્કોરે મસાબાતે આઉટ કર્યા હતાં.

દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમની 57 રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી અને 43.2 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતીં. ભારતનાં બોલર ઝુલન ગોસ્વામીએ 24 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. શિખાને ત્રણ અને પૂનમને બે તથા રાજેશ્વરી ગાયકવાડને એક વિકેટ મળી હતી.