NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભારતીય મહિલા હોકી ટીમની ન્યૂઝીલેન્ડ સામે સતત ચોથી હાર

ભારતીય મહિલા હોકી ટીમની ન્યૂઝીલેન્ડ સામે સતત ચોથી હાર

 | 2:37 am IST

પ્યૂકકોહે, તા. ૧૯

ન્યૂઝીલેન્ડની મહિલા હોકી ટીમે રેચેલ મેક્કાનના શાનદાર પ્રદર્શનના સહારે ભારત સામેની ચોથી મેચમાં ૩-૦થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે પાંચ મેચની સિરીઝમાં ૪-૦ની અજેય લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમે બીજા હાફમાં જોરદાર ટક્કર આપી હતી પરંતુ પ્રથમ હાફમાં ૩-૦ની લીડ મેળવી ચૂકેલી ન્યૂઝીલેન્ડની ટીમ સામે ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. ભારતીય ટીમને આ પહેલાં રમાયેલી ત્રણ મેચમાં પણ કારમો પરાજય સહન કરવો પડયો હતો.

ન્યૂઝીલેન્ડે ચોથી મેચમાં સકારાત્મક શરૂઆત કરી હતી અને પ્રથમ ક્વાર્ટરની અંતિમ મિનિટમાં રેચેલે ફિલ્ડ ગોલ કરી ન્યૂઝીલેન્ડનું ખાતું ખોલ્યું હતું. તેની બે મિનિટ બાદ ટેસ્સા જોપે પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કરી યજમાન ટીમને ૨-૦થી આગળ કરી દીધી હતી. ભારતીય ટીમનો આ મેચમાં દરેક પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. દરમિયાન બીજા ક્વાર્ટરમાં ૨૬મી મિનિટે રેચેલ મેક્કાનના શાનદાર ગોલની મદદથી ન્યૂઝીલેન્ડ ૩-૦થી આગળ થઈ ગઈ હતી.

આ મેચમાં ન્યૂઝીલેન્ડની ગોલકીપર સ્ટેસી મિકેલસને પણ ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સ્ટેસીએ ભારતીય ખેલાડીઓના ગોલ કરવાના તમામ પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા. તે પછી બાકીના બંને ક્વાર્ટરમાં ન્યૂઝીલેન્ડે પોતાના મજબૂત ડિફેન્સની મદદથી ભારતને ગોલ કરવાની એકેય તક આપી નહોતી અને અંતે મેચ ૩-૦થી જીતી લીધી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ આજે રમાશે.

1
;