ભારતીય કુશ્તીબાજ સુશીલ કુમારની કોમનવેલ્થમાંથી થઇ શકે છે બાદબાકી - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • ભારતીય કુશ્તીબાજ સુશીલ કુમારની કોમનવેલ્થમાંથી થઇ શકે છે બાદબાકી

ભારતીય કુશ્તીબાજ સુશીલ કુમારની કોમનવેલ્થમાંથી થઇ શકે છે બાદબાકી

 | 6:40 pm IST

ભારતીય કુશ્તીબાજ સુશીલ કુમારનો વિવાદથી પીછો છૂંટતો નથી. આ વખતે જે વિવાદમાં સુશીલ કુમાર અટવાયા છે એમાં જો પોલીસ ચાર્જશીટ ફાઇલ કરશે તો ફેડરેશન તેને સસ્પેંડ કરી દેશે. પોતાના ચાહકોને લઇને સુશીલ કુમાર મુશ્કેલીમાં મુકાયા છે. કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઇ મેચ ચાલી રહ્યો હતો ત્યારે તેમની સામે પ્રવીણ રાણા ફાઇટ કરી રહ્યા હતા. ભારે રસાકસીના અંતે સુશીલ કુમારે જીત મેળવી હતી. આ જીત બાદ બંને પહેલવાનના પ્રશંસકો વચ્ચે ઝઘડો થઇ ગયો હતો. જેમાં પ્રવીણના ભાઇને ગંભીર ઇજા થઇ હતી. પ્રવીણનો આરોપ હતો કે, સુશીલ કુમારે ચાહકોને ઉશ્કેરવાનું કામ કર્યું હતું.

પ્રવીણ ડબલ્યુએફઆઇને લેખિતમાં ફરિયાદ કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, સુશીલ કુમાર સાથેના મેચ બાદ થયેલા હંગામામાં સુશીલ કુમારનો હાથ છે. તેમણે પોતાના સમર્થકોને પ્રવીણના મોટાભાઇ નવીન સામે ઉશ્કેર્યો હતો. આ ઘટના બાદ સુશીલ કુમાર વિવાદમાં ફસાયા હતા.

આ મામલે સુશીલ કુમારને નોટિસ ફટકારવામાં આવી હતી. સુશીલ કુમારે સ્પષ્ટતા કરી હતી કે, “ઇરાદાપૂર્વક કે ભૂલથી પણ હું એવું કામ ન કરું જેથી પહેલવાનીની રમત પર લાંછન લાગે. હું ક્યારેય કોઇ પહેલવાનને નીચો દર્શાવવાનું કામ નથી કરતો, હું આ રમતનું સન્માન કરું છું. આ વિવાદ સાથે મારે કોઇ લેવાદેવા નથી”.