Indian Young Student Falls To Death While 'taking a selfie' At Ireland
  • Home
  • Featured
  • આયરલેન્ડમાં સેલ્ફી લેવા ગયો ભારતીય વિદ્યાર્થી અને 700 ફૂટ ઉપરથી પડતા…

આયરલેન્ડમાં સેલ્ફી લેવા ગયો ભારતીય વિદ્યાર્થી અને 700 ફૂટ ઉપરથી પડતા…

 | 11:06 am IST

આયરલેન્ડના એક પ્રખ્યાત પર્વત પરથી સેલ્ફી લેવા જતા સમયે પડી જતા એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. મીડિયામાં આવેલા આ સમાચારમાં આ દાવો કરાયો છે.

‘ધ આયરિશ સન’ના સમાચાર પ્રમાણે આ યુવક 20 થી 25 વર્ષની વચ્ચેની ઉંમરનો હતો. જો કે તેની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. કહેવાય છે કે તે ભારતીય નાગરિક હતો અને ડબલિનમાં અભ્યાસ કરતો હતો.

ગયા શુક્રવારે બપોરે પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસ ‘ક્લિક્સ ઓફ મધર ઇન કાઉન્ટી ક્લેયર’માં ફરતો હતો, ત્યારે વિઝિટર સેન્ટરની નજીક આવેલ પર્વતની 700 ફૂટની ઊંચી ટોચ ઉપરથી પડતા ગોઝારી ઘટના બની.

સેલ્ફીના ચક્કરમાં સૌથી વધુ ભારતીયોના થાય છે મોત
અમેરિકાની કાર્નેગી મેલૉન યુનિવર્સિટી, દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને તિરૂચિરાપલ્લી સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા કરાયેલ એક સર્વે પ્રમાણે સેલ્ફીના ચક્કરમાં મોત ભારતમાં જ થાય છે. આ રિસર્ચમાં તેમણે 20 દેશોને સામેલ કર્યા છે, જ્યાં સેલ્ફીનું ચલણ સૌથી વધુ છે.

ભારતમાં સેલ્ફીના લીધે માર્ચ 2014થી સપ્ટેમ્બર 2016ની વચ્ચે સૌથી વધુ 76 લોકોના જીવ ગયા. ત્યારબાદ પાકિસ્તાન અને અમેરિકાનો નંબર આવે છે. અહીં સેલ્ફીના લીધે ક્રમશ: 9 અને 8 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન