ભારતીય જાનવરો કરતા પણ બદતર, માત્ર કહેવા માટે જ એડવાંસ : ગાયિકા - Sandesh
NIFTY 10,575.20 +61.35  |  SENSEX 34,861.07 +197.96  |  USD 68.2500 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ભારતીય જાનવરો કરતા પણ બદતર, માત્ર કહેવા માટે જ એડવાંસ : ગાયિકા

ભારતીય જાનવરો કરતા પણ બદતર, માત્ર કહેવા માટે જ એડવાંસ : ગાયિકા

 | 9:50 pm IST

‘મોહ મોહ કે ધાગે’ ગીત માટે નેશનલ એવૉર્ડ જીતી ચુકેલી સિંગર મોનાલી ઠાકુરે ભારતની છબીને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મોનાલીએ કહ્યું છે કે, ભારતના લોકો જાનવર કરતા પણ બદતર છે. બીજા દેશના લોકો ભારતને રહેવા લાયક નથી માનતા.

એક જાણીતી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હું ટ્રાવેલિંગ કરૂ છું. મને શરમ અનુંભવાય છે. બીજા દેશના લોકો ભારતને રહેવા લાયક દેશ જ નથી માનતા. આ વાતને લઈને ખુબ જ દુ:ખ થાય છે.

મોનાલીનું પહેલું સિંગલ પણ રજુ થયું છે. આ બાબતે તેણે કહ્યું હતું કે, હું ખુબ જ ડરેલી હતી, કારણ કે મેં તેમાં વાદળી રંગની લિપસ્ટિક કરી છે. શ્રોતાઓએ મને ક્યારેય આવા લુકમાં નહીં જોઈ હોય, પરંતુ મારી ટીમનો ખુબ ખુબ આભાર કે તેને બધુ જ સારી રીતે સંભાળ્યું.

વાતચીત દરમિયાન મોનાલી ઠાકુરેએ કહ્યું હતું કે, આપણો દેશ એટલો વધો સુંદર છે, અહીં અનેક સભ્યતાઓ છે. પરંતુ આપણે તેનો ખોટો ફાયદો ઉઠાવીએ છીએ. આપણે આપણા દેશ અને વારસાને અપમાનિત કરી રહ્યાં છીએ. કહેવા માટે તો આપણે બધા એડવાંસ બની રહ્યાં છીએ, પરંતુ ક્યાં થઈ રહ્યાં છીએ. જંગલિયાતપણું તો જાનવરોનો સ્વભવ હોય છે, પરંતુ આપણે તો જાનવર કરતા પણ બદતર છીએ.

આયુષ્યમાન ખુરાના અને ભૂમી પેડણેકર અભિનિત ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ના ગીત ‘મોહ-મોહ કે ધાગે’ માટે નેશનલ એવૉર્ડ મળવા વિષે તેણે કહ્યું હતું કે, મારી મમ્મીને આ વાતનો ખુબ જ આનંદ થયો હતો. એક સમયે અમે દિવાળિયા થઈ ગયાં હતાં. પૈસાના અભાવના કારણે મારે કોલેજ પણ છોડવી પડી હતી.

સિંગર મોનાલી ઠાકુર ફિલ્મ ‘લક્ષ્મી’માં પણ નજરે પડી ચુકી છે.