Indians in US gets 4 years in jail for child porn
  • Home
  • Nri
  • ચાઇલ્ડ પોર્નની 1000 તસવીરો અને 380 વીડિયો સાથે પકડાયો ભારતીય, થયા બેહાલ

ચાઇલ્ડ પોર્નની 1000 તસવીરો અને 380 વીડિયો સાથે પકડાયો ભારતીય, થયા બેહાલ

 | 10:53 pm IST

ચાઇલ્ડ પોર્નોગ્રાફિક સાહિત્ય મળી આવતાં અમેરિકામાં એક ભારતીય મૂળની વ્યક્તિને ચાર વર્ષની જેલની સજા કરવામાં આવી છે. 28 વર્ષના અભિજિતને પીટર્સબર્ગ ખાતે ફેડરલ કોર્ટે ૫૨ મહિનાની કેદની સજા કરી છે. કોર્ટમાં રજૂ થયેલી હકીકત મુજબ દાસના કબજામાંથી કમ્પ્યૂટર ગ્રાફિક ફાઇલ્સ મળી હતી કે જે 1,000 જેટલી ચાઇલ્ડ પોર્ન તસવીરો અને 380 જેટલા વીડિયો ધરાવતી હતી.

એટર્ની લી જે કાર્લે સરકાર વતી આ કેસ લડયો હતો. સગીર બાળકોનું શોષણ થતું હોય તેવી પોર્ન સામગ્રી ધરાવવાના આક્ષેપ સર દાસને સજા થઈ છે.

અમેરિકી કાયદા મુજબ ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં સગીર વયના કિશોરને સામેલ કરીને થયેલી કામચેષ્ઠાઓની તસવીરોનો પણ સમાવેશ થાય છે. તેમાં તસવીર, વીડિયો, ડિજિટલ કે કમ્પ્યૂટરની મદદથી તૈયાર થયેલી તસવીરોનો પણ સમાવેશ થાય છે.

અમેરિકી કાયદા મુજબ સગીર બાળક સેક્સ પ્રવૃત્તિમાં સામેલ હોય તેવી તસવીર જ નહીં પણ સગીરની જાતીય આવેગ સૂચક નગ્ન તસવીરનો પણ ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં જ સમાવેશ થાય છે. અમેરિકી કાયદા મુજબ ચાઇલ્ડ પોર્નોગ્રાફી સંબંધી તસવીરના નિર્માણ, વિતરણ ઉપરાંત આવી તસવીર ધરાવવા સામે પણ પ્રતિબંધ છે. ચાઇલ્ડ પોર્ન સંબંધી અપરાધ કરનાર કોઈપણ વ્યક્તિ ફેડરલ કાયદા હેઠળ સજાપાત્ર છે.